ઘરમાં ગુપ્ત પ્રવેશ કરી ઈજા પહોંચાડવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

0
928

ઘરમાં ગુપ્ત પ્રવેશ કરી ઈજા પહોંચાડવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજા અને રૂપિયા ૧ હજારનો દંડ ફટકારતી કોર્ટ

દેશ દેવી ન્યુઝ 22.દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોર્ટના (રજીસ્ટ્રાર) ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આરોપી ભાવેશગર અરવિંદગર ગોસ્વામીનાએ ફરીયાદી જાગૃતીબેન હસમુખભાઈ ભટ્ટના ઘરમાં અપપ્રવેશ કરી સાહેદ નં.૭ સાથે જપાજપી કરી ફરીયાદીને માથાના ભાગે વાસણનો હાંડો મારી તથા લાકડીના ઘા ડાબા કાન પાસે કરી તથા સાહેદ નં.૮ ને માથામાં હાડો મારી મુંઢ ઈજા કરેલ તે બાબતની થયેલ ફરીયાદ અંગેનો કેસ અત્રેની ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ ( ડી.જે.પરમાર – કોર્ટ ખંભાળીયા) મા ચાલી જતા, નામદાર કોર્ટે આરોપી ભાવેશગર અરવિંદગર ગોસ્વામીને ઈ.પી.કો. કલમ-૩૨૩ અન્વયે ગુનામાં તકસીરવાન ઠરાવી ૬(છ) માસની કેદ તથા રૂપિયા ૫૦૦ તથા ઈ.પી.કો. કલમ-૩૨૪ અન્વયે ગુનામાં તકસીરવાન ઠરાવી ૧(એક) વર્ષની કેદ તથા રૂપિયા ૫૦૦ નો દંડ ફટકાર્યો હતો. સરદહુ કેસમાં ફરીયાદપક્ષે વકિલ તરીકે સરકારી વકિલ અલ્પેશ.બી.પરમારનાઓ રોકાયેલ હતા તેમ વધુમાં જણાવાયું છે.