જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલા પ્રકરણમાં વળતી ફરીયાદ નોંધાઈ

0
3079

જામનગર મહાનગરપાલિકાના એસએસઆઈ પર હુમલો કરનાર સફાઈ કામદાર દંપત્તિ સામે ગુનો નોંધાયો

  • સામા પક્ષે સફાઈ કામદારે પણ એસ.એસ.આઇ. વિરુદ્ધ પોતાને લાત અને મુક્કા માર્યાની વળતી ફરિયાદ નોંધાવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૮ એપ્રિલ ૨૪ જામનગર મહાનગરપાલિકાના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પર હુમલો કરાયો હતો, જે બનાવ મામલે એક સફાઈ કામદાર દંપતિ સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવાઇ છે, જયારે સામા પક્ષે સફાઈ કામદારે પણ એસએસઆઇ વિરુદ્ધ હુમલા ની વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગર મહાનગરપાલિકા ના એસ.એસ.આઇ ગઈકાલે પોતાની ફરજ બજાવી રહ્યા હતા, અને મહાવીર નગર વિસ્તારમાં ચેકીંગ કરી રહ્યા હતા, જે દરમિયાન એક સફાઈ કામદાર દંપતિ રજા લીધા વિના હોસ્પિટલ જવા લાગતાં તેઓને અટકાવ્યા હતા, જેથી દંપતીએ તેમના પર હુમલો કરી દીધો હતો, અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જે અંગે સફાઈ કામદાર દંપતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જેની સામે સફાઈ કામદારે પણ પોતાને માર માર્યાની એસ.એસ.આઇ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં નીલકંઠ નગર માં રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ચિરાગભાઈ નાનજીભાઈ સોલંકી (ઉ.વ.૩૭)કે જેઓ પોતાની ફરજ પર હતા, જે દરમિયાન રવિ જયંતીભાઈ ચુડાસમા અને તેના પત્ની વીણાબેન કે જે દંપતિ સફાઈ કામ કરવાને બદલે તેઓને અન્ય વિસ્તારમાં વાહનમાં ફરતાં જોવા મળ્યા હતા.

તેથી તેઓના અટકાવ્યા હતા, અને તમે અહીં શું કામ ફરો છો? તમારી અહીં ફરજ નથી. તેમ કહેતાં દંપત્તિએ પોતે હોસ્પિટલમાં સારવાર માટે જતા હોવાનું જણાવ્યું હતું. તેથી એસ.એસ.આઇ દ્વારા હોસ્પિટલના સારવારના કાગળો બતાવવાનું કહ્યું હતું. જેથી દંપત્તિ ઉસકેરાયું હતું. અને એસ.એસ.આઈ. ચિરાગભાઈ પર પથ્થર વડે હુમલો કરી દીધો હતો. જેમાં તેઓને કપાળના ભાગે તેમ હાથના ભાગે ઈજા થઈ હતી, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસની જાણ થતાં સીટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી જી.જી. હોસ્પિટલમાં પહોંચી હતી, અને એસ.એસ.આઇ ચિરાગભાઈ સોલંકી ની ફરિયાદ ના આધારે રવિ જયંતીભાઈ ચુડાસમા અને તેની પત્ની વીણાબેન સામે હુમલા અંગે ગુન્હો નોંધ્યો હતો.

દરમિયાન સફાઈ કામદાર રવિ જયંતીભાઈ ચુડાસમાએ પોતાને લાત અને મુકકા મારવા અંગે એસ.એસ.આઇ ચિરાગ નાનજીભાઈ સોલંકી સામે વળતી ફરિયાદ નોંધાવી છે.