જામનગરના વોર્ડનં-૬ માં ખુલ્લી ગટરના પ્રશ્ને કોંગી નગર સેવિકાએ અનોખો વિરોધ દર્શાવ્યો

0
3

જામનગર મહાનગર પાલિકાની જનરલ બોર્ડ પહેલાં કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા ગાલ પર કાદવ ચોપડીને પહોંચ્યા

  • વોર્ડ નંબર -૬ માં ખુલ્લી કેનાલના પ્રશ્ને સ્થાનિક મહિલાઓને સાથે રાખીને પોસ્ટર દેખાડી વિરોધ દર્શાવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ ફેબ્રુઆરી ૨૫, જામનગર મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભા યોજાઇ હતી, જે પહેલા વોર્ડ નંબર -૪ ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પોતાના ગાલ પર કાદવ ચોપડીને અન્ય મહિલાઓ સાથે પહોંચ્યા હતા, અને હાથમાં બેનર પોસ્ટર દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો. જામનગર મહાનગરપાલિકા એક પ્રકારનો ફિલ્મી સ્ટુડિયો છે, તેમ જણાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને વર્ષોથી લોકોના પ્રશ્નોનો નિકાલ થતો ન હોવાની રજૂઆત કરી હતી.જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર -૬ માં એક ખુલ્લી કેનાલ આવેલી છે. જેના ગટરના ગંદા પાણી સતત માર્ગ પર ફેલાતા રહ્યા છે, જે અંગે અનેક વખત રજૂઆત થયા પછી અને અનેક વખત બજેટમાં તેની જોગવાઈ કરીને બોક્સ કેનાલ બનાવવાની વાતો કરવા છતાં હજુ સુધી કોઈ નકકર કાર્યવાહી થઈ નથી, અને સ્થાનિકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે,અને પરિસ્થિતિ ખરાબ છે.આ પરિસ્થિતિમાં આખુ વરસ સ્થાનિકોએ ગટરના પાણીની વચ્ચે રહેવું પડે છે. તેથી સ્થાનિક ગમહિલાઓની સાથે સાથે પોતે પણ પોતાના ગાલ પર કાદવ ચોપડીને જનરલ બોર્ડના દ્વારે આવી પહોંચ્યા હતા, અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેથી ભારે કુતુહલ પ્રસર્યું હતું.