લાલપુરના સિંગચ ગામમાં કમ્પાઉન્ડર બન્યો ડોકટર: જુવો Video

0
5067

લાલપુરના સિંગચ ગામમાં ખાનગી પ્રેકટીસ કરતા ગોસ્વામી ક્લીનીકમાં કમ્પાઉડર બન્યો ડોક્ટર

  • ડોક્ટર ૨જા ઉપર જતા કમ્પાઉડર દર્દીઓને દવા દેતો હોવાનો વિડીઓ સોશિયલ મીડીયા થયો વાઈરલ: અવાર-નવાર બોગસ ડોક્ટર પોલિસ ચોપડે ચડી જાય છે.
  • સ્થાનિક જાગૃત નાગરીક કલીનીકે દવા લેવા જતા બનાવ પ્રકાસમાં આવ્યોઃ ડીગ્રી માંગતા ભાંડો ફુટ્યો
  • જાગૃત નાગરીકે રજા ઉપર ગયેલ ડોક્ટર સાથે ટેલીફોનિક વાત કરતા ડોક્ટરે કબૂલ્યું: નાની-મોટી દવા માટે શહેરમાં ધક્કો ‘ન’ ખાવો પડે માટે ક્લીનિક ખૂલું રાખ્યું છે.
  • જિલ્લાઓના ગામડાઓમાં બેરોકટોક ધમધમતા ગેરકાયદેસર દવાખાના ઉપર લગામ ક્યારે..!!

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ ઓગસ્ટ ૨૨ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં ડિગ્રી વગર દર્દીઓની તપાસણી કરી કમ્પાઉડર દવા દેતો હોવાનો વિડીયો સોશિયલ મીડીયામાં વાઈરલ થતા તંત્ર ઉપર અનેક સવાલો ઉભા થયા છે. બીજી બાજુ ડીગ્રી વગર દવા આપવાના કારણે કોઈ અનિરછીય બનાવ બને અથવા તો દવાના ઓવરડોઝથી કોઈ દર્દીનો જીવ જોખમાં મુકાયતો જવાબદારી કોની.!!

તેવો જ બનાવ લાલપુરના સીંગચ ગામમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં ડોક્ટર બની કમ્પાઉડર દર્દીઓને દવા દેતો કેમેરામાં કેદ થતા અફડાતફડી મચી ગઇ હતી ગામડાઓમાં ગેરકાયદેસર ધમધમી રહેલા દવાખાનામાં સિંગચ ગામ વિસ્તારના ગરીબ અને અભણ અને પછાત સમાજના દર્દીઓ પાસેથી મસમોટી ફી વસુલ કરાઈ રહી છે. આવા બોગસ ઘોડા ડોક્ટર  ડિગ્રી ”ન” હોવા છતા બેરોકટોક પ્રેક્ટીસ કરતા અવાર-નવાર પોલીસ ચોપડે ચડી જાય છે.આવા બોગસ ઘોડા ડોક્ટરો પાસેથી ઈલાજ કરાવવો માનવજીવન સાથે અને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.ખાસ કરીને આ વિસ્તારમાં મહાકાય કંપનીઓ હોવાના કારણે પરપ્રાંતિય લેબર મોટી સંખ્યામાં રહેતા હોય તેથી આવા બોગસ ઘોડા ડોક્ટરો સાદા કાગળ પર દવા, ઇન્જેક્શન લખી આપી રીતસરની ગેરકાયદેસરની લુંટ ચલાવે છે. જે ખરેખર તપાસનો વિષય છે.આવા ક્લિનીક તાન્કાલિક બંધ કરાવા લોકોની માંગ ઉઠી છે. વાઈરલ વિડીઓમાં કમ્પાઉડર ખૂદ કબુલે છે કે તેની પાસે કોઈ શર્ટી કે ડીગ્રી નથી છતાં ડોક્ટરની ખુરશીમાં બિન્દાસ બેઠો હોવાનો કેમેરમાં કેદ થઈ જાય છે. હાલતો આ વાઈરલ વિડીઓએ આજુ-બાજુના ગામમાં સારી એવી ચર્ચા જગાડી છે

ઇલેક્ટ્રોપેથી, નેચરોપથી અને બેચલર ઓફ અલ્ટરનેટિવ મેડિકલ સાયન્સ ધરાવતા સર્ટિફિકેટ અને ડિગ્રી ધારી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી શકતા નથી. તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવી ગુજરાત મેડિકલ કાઉન્સિલ, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યૂનાની સિસ્ટમ ઓફ મેડિસિન અને કાઉન્સિલ ઓફ હોમિયોપેથી સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્યમાં નોંધણી ન કરાવી હોય એવા ડોક્ટર પણ પ્રેક્ટિસ નથી કરી શકતા.