જી.જી.હોસ્પિટલમાં પ્રાઈવેટ સિક્યુરિટી સુપરવાઇઝર પોતાની ઓફિસમાં દારૂના નશામાં ચકચૂર હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ.
સમગ્ર ઘટનાનો વિડીઓ દેશ દેવી ન્યુઝ પાસે હોય તેમા સિક્યુરિટી સુપરવાઇઝર નશામાં બફાટ કરતો નજરે પડેલ છે.
જામનગર શહેરની જીજી હોસ્પિટલ હંમેશાંને માટે વિવાદોથી ઘેરાયેલી રહે છે.તેવામાં દારૂ પીધેલો સુપરવાઇઝર રંગે હાથે પકડાઈ જતા ખળભળાટ.
જામનગર શહેરની જી.જી સૌરાષ્ટ્રની નંબર વન અને ગુજરાતની બીજા નંબરની હોસ્પિટલ હાલ ચર્ચામાં છે હોસ્પિટલની અંદર સુરક્ષા અને વ્યવસ્થા જળવાઇ રહે તેના માટે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ ફાળવવામાં આવી છે.
પરંતુ જેના પર જવાબદારી છે તેવા સિક્યુરિટી સુપરવાઇઝર દરરોજ હોસ્પિટલ પ્રશાસને ફાળવેલ સિક્યુરિટી ઓફિસમાં બેસીને દારૂ પીવે અને ફુલ દારૂના નશામાં ચકચુર થઈ ડોલતા ડોલતા ગાર્ડ ની હાજરી પૂરે તેવામાં હાજરી માટે આવતા લેડીઝ ગાર્ડ પણ આવતા અચકાય છે.
આવો જ બનાવ જામનગરની જી.જી.હોસ્પિટલમાં બનવા પામેલ ગતરાત્રે દેશ દેવી ન્યુઝ પાસે આવેલ વીડીઓમાં સિક્યુરિટી સુપરવાઇઝર દારૂના નશામાં બફાટ કરતો અને ડોલા ખાતો હોય રંગે હાથે પકડાઈ જતા ચકચાર મચી જવા પામ્યો છે.
જી.જી.હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફની ગેરવર્તણૂકની અને દાદાગીરી ની અનેક ફરીયાદો ઉઠી છે. પરંતુ ગતરાત્રે વિડિયો હોસ્પિટલના ટોમા વોર્ડ નજીક આવેલા સિક્યુરિટી ઓફિસમાં ભુપતભાઈ નામનો શખ્સ ચિક્કાર દારૂના નશા માં વહીવટ કરતો હોવાની જાણ થઈ હતી અને હાજરી પુરવા માટે આવતી મહિલા ગાર્ડ ને પોતાનું મોઢું ઢાંકવાનો વારો આવ્યો કારણકે સિક્યુરિટી ઓફીસ એટલી હદે દારૂથી ગંધાતી હતી અને સુપરવાઇઝર નશા માં સરખું બોલી તો ઠીક ઉભા પણ રહી શકતા નહોતા.
દારૂ પિધાની ફરિયાદ કાંઈ નવી નથી અગાઉ પણ એજન્સીને ચેતવણી આપવામાં આવી હતી.
જીજી હોસ્પિટલ ના સિક્યુરિટી ગાર્ડ ચાલુ ફરજે દારૂ પીતા હોવાની તે ગત 4 ફેબ્રુઆરી 2020 માં તબીબી અધિક્ષક એ એજન્સીને લેખિત ચેતવણી આપી હતી હોસ્પિટલમાં વિવિધ વિભાગો માં કામ લેવા માટે સિક્યુરિટી ગાર્ડની સેવા લેવામાં આવે છે તે સિક્યુરિટી ગાર્ડ ચાલુ ફરજે માદક પદાર્થોનું સેવન કરતા હોય તો તેને તાત્કાલિક ફરજ પરથી દૂર કરો અને ભવિષ્યમાં જો કોઈ બનાવ ન બને તેના માટે એજન્સીએ તકેદારી રાખવાની રહેશે અને તો ફરિયાદો આવશે અને બનાવ બનશેતો એજન્સી નોં કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે.
હવે જોવાનું રહ્યું કે હોસ્પિટલ પ્રશાસન આ મામલે શું પગલાં લેશે કે પછી ફક્ત કાગળ ઉપર તાકીદ દઈ સંતોષ માની લેશે.