જામનગરમાં કોલેજીયન વિદ્યાર્થીની ઉપર સરાજાહેર છરીઓના ‘ધા ઝીંકાયા : જુવો Video

0
28226

જામનગર નવાગામ ઘેડ ખડખડનગરમાં કોલેજીયન વિર્દ્યાથીને છરીઓ ઝીંકાઇઃ રાજકોટના શખ્સનું કારસ્તાન

  • રજનીશ જનડાળીયા નામના રાહદારીએ કારમાં યુવતિને હોસ્પિટલ ખસેડી
  • યુવતિને સમયસર સારવાર મળી જતા જીવ બચી ગયો
  • યુવતિએ લગ્ન કરવાની ના પાડતા સડકછાપ આશિકે સરાજાહેર છરીઓના ‘ ધા ઝીંકાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ ૨૨ સપ્ટેમ્બર ૨૩ જામનગરના નવાગામ ઘેડ ખડખડનગર વિસ્તાર સરકારી સ્કુલ પાસે કોલેજીયન યુવતી ઉપર લગ્ન કરવાનું દબાણ કરી રાજકોટના શખ્સે આડેધડ છરીઓના ધા’ ઝીંકી દેતા ભારે અફડાતફડી મચી ગઇ હતીસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરના નવાગામ ઘેડ મધુરમ સોસાયટીમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી મિતાલી મકવાણા નામની ખવાસ વિદ્યાર્થીની ઉપર નવાગામ ઘેડ ખડખડનગર સરકારી સ્કુલ પાસે રાજકોટના તુષાર રાઠોડ નામના શખ્સે પરાણે લગ્ન કરવાનું દબાણ કરતા યુવતિએ ના પાડતા ઉશ્કેરાયેલા સડકછાપ આશિકે છરી વડે હુમલો કરતા યુવતિ લોહીલુહાણ હાલતમાં ત્યાજ ઢળી પડી હતી તેવામાં ત્યાથી પસાર થતા કોળી યુવાને લોહીથી લથબથ યુવતિને પોતાની કારમાં જી.જી હોસ્પિટલ ખાતે ખસેડી અને તેના પરીવારને જાણ કરી હતી

બનાવની જાણના પગલે સીટી-બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર હરદીપસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ IPC – કલમ ૩૦૭ મુજબ હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી બનાવની વિગત મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, હાલ કોલેજીયન યુવતી ઉપર હુમલાને લઈ શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે