જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

0
1503

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ડીસેમ્બર ૨૩, જામનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત જી.જી. હોસ્પિટલમાં સફાઈ શ્રમદાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં .ડે. મેયર ક્રિષ્નાબેન શોઢા, એમ.પી.શાહ મેડિકલ કોલેજ ડીન  નંદિનીબેન દેસાઈ, જી.જી હોસ્પિટલ આર.એમ.ઓ. પ્રમોદભાઈ સક્સેના મ્યુની. સભ્યશ્રીઓ, દરેક શાખાના શાખા અધિકારીશ્રી તેમજ શાખાના કર્મચારીઓ , જી.જી. હોસ્પિટલ સ્ટાફ, બહોળા પ્રમાણમાં સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ, વેપારી એસોસિએશન, વેગેરે કાર્યક્રમમાં શ્રમદાન માટે જોડાયા હતા, અને શ્રમદાન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા તેમજ હોસ્પિટલ સ્ટાફ, મહાનગરપાલિકાના કર્મચારીઓ, સ્થાનિક લોકો અને સફાઈ કર્મચારીઓ દ્વારા આશરે ૧૩૪૪ કલાક જેટલું શ્રમદાન આપવામાં આવ્યું હતું, જેમાંથી એકત્રિત થયેલ કચરાનું ૦૧ જે.સી.બી., ૦૨ ટ્રેક્ટર મારફાત ૮.૫૬ ટન જેટલા ગાર્બેજનો નિકાલ કરવામાં આવ્યો હતો.