ધાર્મિક સ્થાનકમાં આગ લગાડવાનું કૃત્ય આચરનાર કૌટુંબિક કાકા સામે નોંધાયો ગુનો.

0
642

ખંભાળિયાના ધાર્મિક સ્થાનકમાં આગ લગાડવાનું કૃત્ય આચરનાર સામે ગુનો.

કૌટુંબિક કાકા નું કૃત્ય.. તહેવાર ટાણેજ ઘટના બનતા લોકોમાં રોષ..

વહેલી સવારે તાળુ તોડી આગચંપીનો સમગ્ર બનાવ સીસીટીવીમાં થયો હતો કેદદેશ દેવી ન્યુઝ નેટવર્ક o૬.ખંભાળીયાના રાવલ ચોક ખાતે આવેલા કછટીયા પરિવારના કુળદેવી સિંધવી સિકોતેર માતા તથા વડેચી માતાનું મંદિરમાં કથિત વિકૃત શખ્સ મંદિરનો દરવાજાનો તાળું તોડી પ્રવેશ કરીને આગ ચંપીના બનાવમાં પોલીસે શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવે શહેર માં ભારે ચકચાર જગાવી છે.

જાણવા મળતી વિગત અનુસાર ખંભાળિયામાં રહેતા જેન્તીભાઈ કછટીયાએ પોલીસમાં જેઠાભાઇ દામાભાઇ કછેટીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે , તા .5 ના સવારે તેઓ ઘરે હોય ત્યારે કૌટુંબિક કાકા ગોપાલભાઈ કછટીયાએ ઘરે આવીને જણાવ્યુ હતુ કે સતવારાના ચોરા પાસે કુળદેવીના મંદિરમાં આગ લાગેલ છે.

તેમ જણાવતા ફરિયાદી જેન્તીભાઈએ તુર્તજ આગેવાનો જતીન હરિભાઈ કછટીયા , શૈલેષભાઈ , દિલીપભાઈ વિગેરે દોડી ગયા હતા , ત્યાં પહોંચી જોતા મંદિરમાં ફણાને કેરોસીન છાંટી સળગાવ્યા હોવાનુ જણાઇ આવ્યુ હતું.

આથી પોલીસે સીસીટીવી ચેક કરાતા તેમાં ધરમપુર ખાતે રહેતા કૌટુંબિક આરોપી કેદ થયા હતા.

આથી પોલીસે ફરીયાદના આધારે જેઠા દામાભાઈ કછટીયા સામે આગ લગાડીને ધાર્મિક લાગણી દુભાય તેવુ કૃત્ય આચરવા અંગે તેમજ નુકશાન મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .