જામનગરમાં વેપારીની પત્નિ એકાએક લાપત્તા બની જતા પરિવારજનોમાં ચિંતા

0
1

જામનગરના ખોજા વેપારી યુવાનની પત્ની એકાએક લાપત્તા બની જતા પરિવારજનોમાં ચિંતા : ગુમનોંધ કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૬ જાન્યુઆરી ૨૫, જામનગર માં સેના નગર વિસ્તારમાં રહેતા ખોજા જ્ઞાતિના વેપારી યુવાન ની પત્ની એકાએક લાપતા બની જતાં સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઈ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેનાનગર વિસ્તારમાં રહેતા ખોજા વેપારી અમિતભાઈ આશિષભાઈ પીરાણી (જાતે.ખોજા ઉ.વ-૩૨) એ સીટી સી. ડીવીઝન પોલીસ મથકમાં આવીને જાહેર કર્યું હતું કે પોતાની પત્નિ શીફાબેન અમિતભાઈ પીરાણી (જાતે-ખોજા ઉ.વ-૨૨) તેમના ઘરેથી કોઇને કહ્યા વગર એકાએક લાપતા બની ગઈ છે.જેની અનેક સ્થળે તેમજ સગા સંબંધીઓને ત્યાં પૂછપરછ અને શોધખોળ કરતાં ક્યાંય પત્તો મળ્યો ન હોવાથી આ ગુમ નોંધ કરાવી છે. જેને એએસઆઈ એ જે સિંહલા સહિતની પોલીસ ટીમ શોધી રહી છે.