જામજોધપુર પંથકની ૨૪ વર્ષની યુવતિ એકાએક લાપતા બની

0
2

જામજોધપુરના કડબાલ ગામની ૨૪ વર્ષીય યુવતી લાપતા બની જતાં ગુમ નોંધ કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ જાન્યુઆરી ર૫  જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કડબાલ ગામમાં રહેતી નિરાલીબેન ભદાભાઈ વરુ નામની ૨૪ વર્ષની યુવતિ કે જે પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી અને પરિવારજનો દ્વારા તેણીની સગા સંબંધીઓ સહિતના અનેક સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ તેણીનો કોઈ પતો સાંપડ્યો ન હતો.આથી નિરાલી બેનના કુટુંબી દ્વારા શેઠ વડાળા પોલીસ મથકનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને સામતભાઈ ભીમાભાઇએ ગમ નોંધ કરાવતાં પોલીસ દ્વારા તેણીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.