જામનગરમાં અરેરાટી: ગરબા પ્રેકટીસ દરમ્યાન 19 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત
દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૬ સપ્ટેમ્બર ૨૩ વરાત્રિ આવી રહી હોય અને ગરબાની પેક્ટિસ કરતાં કરતાં 19 વર્ષીય યુવક ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ તેને તુરંત હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતું ત્યાં સુધી તેનું પ્રાણ પંખેરૂ ઉડી જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
જામનગરમાં મા અંબાના નવલા નોરતાનો થનગનાટ 19 વર્ષિય યુવક માટે મોતનું કારણ બન્યો છે. જામનગર શહેરના પટેલ પાર્ક વિસ્તારમાં સ્ટેપસ્ટાઈલ ગરબા ક્લાસમાં 19 વર્ષીય વિનીત મેહુલભાઈ કુંવરિયા નામનો યુવક ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. આ દરમિયાન કોઇ કંઇ સમજે તે પહેલા જ વિનીત ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ યુવકને જી.જી હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો અને મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યુ છે.આ બનાવની જાણ થતા મૃતકનો પરિવાર અને સગા સબંધીઓ હોસ્પિટલ ઉમટ્યા હતા. જ્યાં વિનીતના મૃત્યુની જાણ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મળતી માહિતી મુજબ મૃતક યુવક હાલ એન્જિનિયરિંગ કોલેજના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો અને એન્જિનિયરિંગ કોલેજમાં ટૂંક સમય પહેલા જ એડમિશન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ બાદ યુવા વર્ગમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ચિંતાજનક વધારો થયો છે.