જામનગરના પ્રભાતનગર વિસ્તારમાં ૧૨ વર્ષનો કિશોર ધાબા પરથી પતંગ ચગાવતાં નીચે પટકાયો: ગંભીર હાલતમાં સારવાર હેઠળ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૫, જામનગર શહેરમાં એક કિશોરને પતંગ ચગાવવો ભારે પડ્યો છે, અને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈને જી.જી. હોસ્પિટલના બીછાને સારવાર હેઠળ છે.જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે પ્રભાતનગરમાં રહેતો બાર વર્ષનો એક કિશોર ગઈકાલે રવિવારે રજા ના દિવસે સાંજના સમયે પોતાના મકાનના ધાબા પર ચડીને પતંગ ઉડાવી રહ્યો હતો. જે દરમિયાન અકસ્માતે ધાબા ઉપરથી નીચે પટકાઈ પડ્યો હતો, અને ગંભીર સ્વરૂપે ઘાયલ થયો હતો.જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તેને પીઠના ભાગે મણકાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી તેની સધન સારવાર ચાલી રહી છે. આ બનાવને લઈને કિશોરના પરિવારમાં ચિંતા નું મોજું ફરી વળ્યું છે.