આવતીકાલે જામનગર વકીલ મંડળની ચૂંટણીમાં ૨૬ ઉમેદવારો મેદાનમાં: સાંજે ઢોલ નગારા

0
1843

તા.16 મીએ ચૂંટણીના મતદાન બાદ તુરંત મત ગણતરી અને રાત્રે પરિણામ : વિજેતા જાહેર થશે.

  • જામનગર વકીલ મંડળની ચૂંટણીમાં વર્તમાત પ્રમુખ-ઉપપ્રમુખ સહિત ૨૬ ઉમેદાવારો મેદાનમાં.
  • પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, લાયબેરી મંત્રી ચૂંટાશે.
  • આજે રાત્રે મિશન મનામણા: કાલે કાગળ ઉપર જંગ. : કામગીરીના લેખાજોખા મપાશે.
  • કાલે કઈકના ”ગોબારા” ની હવા નિકળી જશે: ટક્કર થશે ખરાખરીની..?

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૫ ડીસેમ્બર ૨૨ જામનગર બાર એસોસિએશનના નવા હોદેદારો ની વરણી માટે આગામી શુક્રવારે મતદાન છે. તે પહેલા ગઈકાલે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિન પછી ઉમેદવારોના નામોની યાદી ફાઈનલ થવા પામી હતી.

જામનગરના બાર એસોસિએશનની આગામી શુક્રવારે ચૂંટણી યોજાનાર છે. જેમાં નવા વર્ષ ના બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી અને ખજાનચી સહિતના સાત પદ માટે ના વકીલ મંડળ માં નોંધાયેલા 865 મતદારો મતદાન કરવાના છે.

ઉપરોક્ત પદો માટે ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા પછી મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે બાકી રહેલા ઉમેદવારોની યાદી ફાઈનલ થવા પામી છે. પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા તથા વિક્રમસિંહ જેઠવા ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ઉપપ્રમુખપદ માટે અશોકભાઈ જોષી, ભરતસિંહ જાડેજા (ભાતેલ) , મંત્રીપદ માટે જીતેન્દ્રભાઈ ગોસાઈ, મનોજભાઈ ઝવેરી ચૂંટણી જંગમાં છે.

ઉપરાંત સહમંત્રી પદ માટે દીપભાઈ ચંદારાણા, કિશોરસિંહ ઝાલા, (કે.કે) રઘુવીરસિંહ કંચવા સહિતના મેદાને તથા લાઈબ્રેરી મંત્રી માટે અનિલભાઈ પુરી, બ્રિજેશભાઈ ત્રિવેદી, રોહિતભાઈ મકવાણા તેમજ ખજાનચી પદ માટે ચાંદનીબેન પોપટ, જયદેવભાઈ ગોહિલ, રૃચિરભાઈ રાવલ ચૂંટણી લડી રહ્યા છે. કારોબારી સભ્યપદ માટે ભાવેશભાઈ જવાણી, દીપકભાઈ ભાલારા, દીપકભાઈ ગરછર, હુસેનભાઈ ખીરા, હર્ષભાઈ પારેખ, જયેશભાઈ સુરડીયા, મૃગેશ ઠાકર, નીમિષાબેન ત્રિવેદી, સંદીપભાઈ લખીયર ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. શુક્રવારે મતદાન પૂર્ણ થયા પછી તે જ સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે.