વાડીનાર નજીકના ભરાણા બંદરે બે લાખનો વિદેશી સિગરેટનો જથ્થો ઝડપાયો

0
2670

વાડીનાર નજીકના ભરાણા બંદરે બે લાખનો વિદેશી સિગરેટનો જથ્થો ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૩ ડીસેમ્બર ૨૨ ખંભાળિયા: પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દાણચોરીને લયતી પ્રવૃતિઓ અટકાવવા અંગે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર પી.સી.શીંગરખીયાએ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને તમામ એસ.ઓ.જી. સ્ટાફને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસરકારક પેટ્રોલીંગ કરી કામગીરી કરવા જણાવેલ. આથી વાડીનાર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન એ.એસ.આઇ. મહંમદભાઇ બ્લોચ, દિનેશભાઇ માડમ, ઇરફાનભાઇ ખીરા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહાવિરસિંહ ગોહીલને હકીકત મળે કે દાઉદ અબ્બાસ માણેક તથા નજીર કાસમ ભાયા રહે. બંને ભરાણા વાળા હાલ ભરાણા બંદર ઘેડીયા પીરની દરગાહ પાસે વેચાણ અર્થે વિદેશી સિગરેટના જથ્થા સાથે ઉભેલ છે.

અને વિદેશી સિગરેટ બાબતે મજકુર બંને પાસે કોઇ આધાર પુરાવા નથી તેવી હકિકત મળતા એસ.ઓ.જી. ટીમ દ્વારા ત્વરીત ઝડપી કાર્યવાહી કરતા જેના કબ્જા ભોગવટામાં રહેલ પ્લાસ્ટીકના બાચકાની જડતી તપાસ કરતા તેમાંથી કુલ વિદેશી સીગરેટના પાકીટ નંગ-550 કુલ કિ.રૃા.2,07,990નો જથ્થો મળી આવેલ. તેમજ કસ્ટમ વિભાગ પાસેથી પણ કોઇ પણ પ્રકારની વિદેશી સિગરેટ આયાત કરવા સંબંધેની પરવાનગી લીધેલ નહિ હોવાનું જણાયેલ. જેથી નીચે મુજબનો મુદ્દામાલ નિયમોનુસાર કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા સારૃ કસ્ટમ વિભાગ વાડિનારને સોંપી આપવામાં આવેલ છે.