પતિએ માવતરે જવા માટે ”ના” પાડતાં માં શિક્ષિકાનો આપઘાત

0
4122

જામજોધપુરમાં પતિએ માવતરે જવા માટે ના પાડતાં માં શિક્ષિકાનો આપઘાત

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૦ ડીસેમ્બર રર જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતી અને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક શિક્ષિકાએ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. માવતરે જવાની પતિએ ના પાડતા મનમાં લાગી આવ્યું હોવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં રહેતી અને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી જ્યોત્સનાબેન ચેતનભાઇ ચિત્રોડા નામની 37 વર્ષની પરણીતા એ ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના પતિ ચેતન ધીરજલાલ ચિત્રોડાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક જ્યોત્સનાબેનને પોતાના માવતરે આટો દેવા જેવું હતું, પરંતુ પતિએ બીજા દિવસે જવાનું કહેતાં મનોમન લાગી આવ્યું હતું, અને ઘરમાં પડેલી ઝેરી દવા પી લઇ મોતની સોડ તાણી હતી.