જોડીયામાં વૃદ્ધની હત્યાની કોશીશ :૬ સામે ફરીયાદ

0
2036

જોડિયાના રામપરમાં ખેડૂત પર હુમલોઃ સેઢાના બાવળ કાઢવા બાબતે વૃદ્ધની હત્યાની કોશીશ.

  • જોડીયામાં જમીનના સેઢા ખોદવા બાબતે ગેરકાયદેસર મંડળી ૨ચી વૃદ્ધની હત્યાની કોશીશ કર્યાંની ૬ શખ્સો સામે ફરિયાદ
  • ખેતીની જમીન પવનચક્કીને ભાડે આપ્યા બાદ JCB થી સેઢાના બાવળ કાઢવા બાબતે ડખ્ખો સર્જાયો
  • ખોદકામ બંધ કરાવ્યા બાદ ૬ શખ્સો મંડળી રચી લોખંડના પાઈપ,લાકડાના ધોકા,ધારીયુ, પ્લાસ્ટીકના પાઈપ સાથે ટુટી પડ્યા.
  • આરોપી :- (૧) ભીખુભાઈ જીવાભાઈ મકવાણા (૨) વિનુભાઈ જીવાભાઈ મકવાણા (૩) અશોકભાઈ ભીખાભાઈ મકવાણા (૪) અશોકભાઈનો છોકરો (૫) ટીનાભાઈ મેસુરભાઈ મકવાણા (૬) ભુરાભાઈ મેસુરભાઈ મકવાણા રે બધા વાધા ગામ તા.જોડીયા જી.જામનગર. (અટક કરવા પર બાકિ)

ખેતીની બાજુની જમીનમાં જેસીબીથી ખોદકામ કરવાના પ્રશ્ર્ને તકરાર કર્યા પછી હુમલો કરી ખૂનની કોશિશ કર્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૯ ડીસેમ્બર ૨૨ જામનગર જોડિયા તાલુકાના રામપર ગામમાં રહેતા એક ખેડૂત બુઝુર્ગ ઉપર જૂની અદાવત ના કારણે તેજ ગામના 6 શખ્સોએ પાઇપ ધોકા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી ખૂનની કોશિશ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલે જોડીયા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના રામપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા નરસંગભાઈ કમાભાઈ જાટીયા નામના 72 વર્ષના ખેડૂત બુઝુર્ગ કે જેમણે પોતાના ઉપર તેમજ હિંમતભાઈ ઉપર લોખંડના પાઇપ, ધોકા, પ્લાસ્ટિકના પાઈપ વગેરે હથિયારો વડે હુમલો કરી ખુન ની કોશિશ કરવા અંગે વાઘા ગામમાં રહેતા ભીખુભાઈ જીવાભાઈ મકવાણા, વિનુભાઈ જીવાભાઇ મકવાણા, અશોક ભીખુભાઈ મકવાણા, અશોકભાઈ નો પુત્ર, ટીનાભાઇ મકવાણા અને ભુરાભાઈ મૈસુરભાઈ મકવાણા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતાની વાડીની બાજુની જગ્યામાં સરકારી ખરાબામાં જે.સી.બી. નું કામ કરાવી રહ્યા હતા જે દરમિયાન આરોપીઓએ આવીને ઉશ્કેરાઈ જઇ તકરાર કરી હતી, અને ઝઘડો કરીને જતા રહ્યા હતા. ત્યારબાદ લોખંડ ના અને પ્લાસ્ટિકના પાઇપ, ધોકા વગેરે હથિયારો સાથે તમામ આરોપીઓ ધસી આવ્યા હતા, અને ખેડૂત બુઝુર્ગ અને તેના સંબંધિ હિંમતભાઈ પર હુમલો કરી દીધો હતો. જે મામલે જોડીયા પોલીસે હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આથી ગ્રામ્ય Dysp ની રાહબરી હેઠળ જોડીયા પો.સ્ટેશનના PSI ૨વિરાજસિંહ ગોહિલે IPC કલમ ૩૦૭, ૩૨૫, ૩૨૩, ૩૫૨, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ નોંધી આરોપીની શોધખોળ આદરી છે.