જામનગર નજીકના પસાયા બેરાજા ગામની વાડી વિસ્તારમાં બાર વર્ષીય પરપ્રાંતીય કિશોરની તીક્ષણ હથિયાર વડે ધાતકી હત્યા કરી ગુપ્તાંગ કાપી નખાયું: ભારે અરેરાટી
- કિશોરની હત્યા કરી ગૃપ્તાંગ કાપી નખાયું: પરિવાર શંકાના દાયરામાં.
- પોલીસ દ્વારા એફએસેલની મદદ લેવાઈ રહી છે.
- વાડી વિસ્તારમાં પરિવાર સાથે ખેતમજૂરી કરતો હતો : કારણ અકબંધ.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૭ ડીસેમ્બર ૨૨ જામનગર નજીકના પસાયા બેરાજા ગામ વાડી વિસ્તારમાં અજાણ્યા કિશોરી લાશ પડી હોવાના અહેવાલ થયા બાદ LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા.પરપ્રાંતીય કિશોર પરિવાર સાથે ખેત મજૂરીએ આવ્યો હોવાનું અને વાડી વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળેલ છે. હત્યાના પગલે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે બીજી બાજુ કિશોરની હત્યા કરી ગૃપ્તાંગ કાપી ગળાના ભાગે તિક્ષણ હથીયારના ‘ધા’ ઝીંકી કુરતાથી હત્યા કરી દેવાત્તા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી હાલતો પોલીસે પરિવારજનોની પુછપરછ હાથ ધરી ક્યા કારણોસર કરવામાં આવી તે દિશામાં તપાસી આંરભી છે.