જામનગર નજીકના ગોરધનપર માટીયા પાસે બંગાળી હોટલમાં જમવા બાબતે ગઢવી યુવાનની હત્યા: કાકા ભત્રીજાની હાલત ગંભીર
- જમવાના ઓર્ડર બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: નજીવી બાબત હત્યામાં પલટાઇ
- છોડાવા પડતા ભાઈ અને કાકા ઉપર છરીઓ વડે આડેધડ ધા ઝીંકાયા
- 108 ના સહદેવસિંહ સોઢા નામના પાયલોટે સમય સુચકતા વાપરી યુવાનને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતા જીવ બચ્યો.
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ ડીસેમ્બર ૨૨ જામનગર નજીકના ગોરધનપર ગામના પાટીયા પાસે બંગાળી હોટલમાં જમવાનો ઓર્ડર આપવા બાબતે ડખ્ખો સર્જાતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઢવી ભાઈઓ અને કાકા ઉપર અજાણ્યા ત્રણ શખ્સો તિક્ષણ હથીયાર વડે ટુટી પડતા ભારે ચકચાર જાગી હતી.
પોલીસ ચોપડે થી જાણવા મળતી વિગત મુજબ જામનગર નજીકના ગોરધન પર ગામના પાટીયા પાસે બંગાળી હોટલમાં ફરિયાદ દેવદાસ રાજાણી અને તેનો ભાઈ જમવા ગયેલ હોય તે હોટલ અગાઉથી ત્રણ શખ્સો જમવા માટે બેઠેલ હોય અને જમવાના ઓર્ડર આપવા ખીમરાજ રાજાણી અને સામાવાળા સખ્સો સાથે બોલાચાલી તથા ગાળા-ગાળી કરતા મામલો ઉગ્ર બનતા જપાજપી તેવામાં સામાવાળા એક શખ્સે ખીમરાજને પકડી રાખી સાથે રહેલ અન્ય બે શખ્સોએ આડેધડ છરીઓના ઉપરા-ઉપરી ધા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં ઢરી પડ્યો હતો.તેવામાં પોતાના ભાઈને છોડાવા પડતા દેવદાસ રાજાણી અને ભરત રાજાણીને પણ છરીઓના ધા મારી દેતા તેઓને પણ લોહીલુહાણ હાલતમાં 108 મારફત જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યા ખીમરાજ રાજાણીને સારવાર મળે તે પહેલા દંમ તોડ્યો જેથી બનાવ હત્યામાં પલટાયો હતો બનાવની જાણના પગલે LCB તથા સિક્કા હોસ્પિટલ તથા બનાવના સ્થળે દોડી જઈ સઘળી હકીકત મેળવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.આથી સિક્કા પોલીસે અર્ટીકાકાર ચાલક ત્રણ અજાણ્યા શખ્સો સામે IPC ૩૦૨, ૩૦૭, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા GP ACT કલમ ૧૩૫ (૧) ) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે. આ બનાવે જામનગર શહેરમાં સારી એવી ચર્ચા જગાડી છે.