ધરાર ગળે મળવાની ના પાડતા વેપારી યુવાનને છરી ઝીંકી

0
3337

ખંભાળીયા ગેઈટ પાસે વેપારી પર શંકર ટેકરીના સખ્સનો છરી વડે હુમલો

  • ખંભાળીયા ગેઈટ નજીક ભવાની પાન પાસેના બનાવ
  • મોડી રાત્રી સુધી ચાલતા ચારણીયાના ધંધા બન્યા માથાકુટનું ઘર
  • આરોપી :- લખન ઉર્ફે લકી રહે-શંકરટેકરી જામનગર તથા એક અજાણ્યો શખ્સ

દેશ દેવી ન્યુઝ તા.૨૮ નવેમ્બર ૨૨ જામનગરમાં લુખ્ખાઓ બેફામ બન્યા હોય તેમ ફરી નિદોષ હોટલ સંચાલક ઉપર લુખ્ખાએ છરી વડે હુમલો કરતાલોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, ચાપણીયા, પાન, ખાણી પીણીના મોડી રાત સુધી ચાલતા ધંધા માથાકૂટ ના અડ્ડા બની ચૂક્યા છે.તેના ઉપર લગામ કરવાની માંગ શહેરીજનો કરી રહ્યા છે. જામનગરના ખંભાળિયા ગેઇટ ભવાની પાન પાસે ધરાર ગળે મળવા બાબતે બ્રાહ્મણ યુવાન પર શંકરટેકરીના શખ્સ સહિતનાએ છરી વડે હુમલો કરતા ભારે ચકચાર જાગી છે.

જામનગર શહેરના મંગલધામ સોસાયટી શેરી નંબર 4 માં રહેતા અને હોટલ ચલાવતા નિખિલ બાબુભાઈ અસવાર નામનો બ્રાહ્મણ યુવાન પર ખંભાળિયા ગેટ પાસે આવેલ ભવાની પાન પાસે ઉભો હતો ત્યા રાત્રે અગ્યાર વાગ્યાની આસપાસ શંકરટેકરીમાં રહેતો લખન ઉર્ફે લકી નામનો સખ્સ આવી નિખીલને ધરાર ગળે મળતા નિખીલે ચોટ ચોટ કરવાની ના પાડતા લકી નામનો શખ્સ એકદમ ઉશ્કેરાઈ જઈ મન ફાવે તેવી ભૂંડી ગાળો આપવા લાગેલ અને માથામા આગળના ભાગે સ્ટીલનો ગ્લાસ મારતા ફરીયાદી તેને રોકતા એક અજાણ્યા ઇશમે નિખીલ અશ્વારને પાછળથી પકડતા આરોપી લખન ઉર્ફે લકીએ પોતાના નેફા માથી છરી કાઢી ફરીયાદીને મોઢા પર ડાબી બાજુ એક ”ધા” મારી ફરીયાદીને ડાબા કાન પર તથા ગાલ પર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા આથી લોહી લુહાણ હાલતમાં નિખિલને સારવાર લેવાનો વારો આવ્યો હતો.

બનાવવાની જાણપરિવાર તેમજ સ્નેહીઓ હોસ્પિટલ દોડી જઈ પોલીસને જાણ કરાઈ હતી આથી પોલીસે નિખિલ અસ્વારની ફરિયાદ પરથી લખન ઉર્ફે લકી તથા અજાણ્યા શખ્સ સામ IPC કલમ ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જીપી એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી વધુ તપાસ સીટીએ ડિવિઝનના PSI બી.એસ વાળા તથા હે.કો. ડી.એસ કાંબરીયા ચલાવી રહ્યા છે.