પોરબંદરમાં I.R.B ના જવાનો વચ્ચે ફાઈરિગ : 2 ના મોત 2 ઇજાગ્રસ્તને જામનગર ખસેડાયા

0
3764

પોરબંદરમાં IRBના જવાનો વચ્ચે ફાઈરિગ : બેના મોત અને બે ઇજાગ્રસ્તથી અરેરાટી

  • ચૂંટણી બંદોબસ્તમાં બધળાટી બોલી હોવાના અહેવાલ
  • બંને મૃતક જવાનોને જામનગરની જી.જી હોસ્પિટલ ખસેડાયા
  • ઇજાગ્રસ્ત ખુમન્થેમ રોહિત કાન્તા અને સુરજીત ઇબોયઈમા મેહરાને જામનગર ખસેડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૬ નવેમ્બર ૨૨ ગુજરાતભરમાં ચૂંટણીના પડધમ ને લઈ અલગ અલગ સુરક્ષા એજન્સીઓને ફરજ ફાળવણી ભાગરૂપે પોરબંદર ખાતે ચૂંટણી બંદોબસ્તમાં આવેલા I.R.Bના જવાનો વચ્ચે નજીવી બાબતે ઘર્ષણ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. તેમાં ફાઈરીગ થતા બે જવાનોના મોત નિપજયા હતા અને બે ઇજાગ્રસ્ત ખુમન્થેમ રોહિત કાન્તા અને સુરજીત ઇબોયઈમા મેહરા નામના થયા હતા જેને લઈ ગુજરાતભરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.જાણવા મળતી વિગત મુજબ પોરબંદરના નવી બંદર ખાતે સાયકલોન સેન્ટરમાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર ઝઘડામાં એકાએક ફાયરિંગ થયું હોવાના સમાચાર વહેતા થતા ભારે ચકચાર જાગી હતી જેમાં નજીવી બાબતે ઘર્ષણ બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરિંગ થયાની ઘટના સામે આવી હતી તેમાં 2 જવાનોના મોત થયા છે અને 2 જવાનો ઇજાગ્રસ્ત થતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અને મૃતક સહિતનાને પી.એમ અર્થે જામનગરની જી. જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જોકે ઝઘડો ક્યા કારણે થયો છે તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવના પગલે જામનગરની જીજી હોસ્પિટલના સ્ટાફને સ્ટેન્ડબાય રહેવાનો હુકમ થયો હતો ત્યારે આ ફાયરિંગ થવા પાછળનું કારણ હજૂ સુધી સામે આવ્યું નથી. તે અંગે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.