જામનગર મેડિકલ કોલેજની કેન્ટીનના સંચાલકોએ રૂ.20 માટે ડોક્ટરને બેફામ માર મારતા દાખલ

0
3187

મેડિકલ કોલેજની કેન્ટીગમાં ડોક્ટરને સંચાલકે ઢીંબી નાખ્યો.

  • ફક્ત ૨૦ રૂપિયાની ” ચા” જેવી બાબતે ડખ્ખો થતા રેસિડેન્ટ ડો.ભારે નારાજગી
  • કેન્ટીનમાં હુમલાના પગલે લોહીના ખાબોચીયા ભરાયા : રેસિડેન્ટ ડોક્ટર સારવાર હેઠળ
  • ડેન્ટિંનને સીલ પરંતુ પોલીસ ફરિયાદ નહીં!!!
  • જી.જી માં “દાદાગીરી ” યથાવત પછી સંચાલકો હોય કે સીક્યુરીટી..

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૪ નવેમ્બર રર જામનગરની મેડિકલ કોલેજમાં રૂા.20 ની ચા જેવી નજીવી બાબતમાં કેન્ટીનના સંચાલકો દ્વારા ડોક્ટરને બેફામ માર મારતા તેને દાખલ કરવાનો વારો આવ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને રેસિડેન્ટ ડોક્ટરોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. નવાઈની વાત તો એ છે કે, આ બાબતની હજ સુધી કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.હોસ્પિટલ સત્તાવારાઓએ કેન્ટીનને સીલ કરી દીધી છે અને હવે તેની સામે પગલાં લેવાની વાત કરી રહ્યા છે પરંતુ કોઈ પગલા લેવાયા નથી.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની હોસ્ટેલ નં. 7 માં આવેલી કેન્ટીનમાં શુક્રવારે ચા પીને રેસિડેન્ટ ડો. ગૌરવ ચૌધરીએ રૂા. 20 ઓનલાઈન પેમેન્ટ કર્યા હતા જે મળ્યા કે નહીકે નહીં તે બાબતે કેન્ટીનના સંચાલકો સાથે બોલાચાલી થઈ હતી બાદમાં રેસિડેન્ટ ડોક્ટર ત્યાંથી ચાલ્યો ગયો હતો અને ફરીવાર ”ચા” પીવા આવતા કેન્ટીન સંચાલકે ગાળો કાઢી તેને માર મારતા કેન્ટીનમાં લોહી લોહાણ થઈ ગયો હતો. સાથી ડોક્ટરોએ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવને પગલે ડોક્ટરોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. સત્તાવારાઓએ પણ તાત્કાલિક કેન્ટીનને સીલ મારી દીધુ હતું અને પગલા લેવાની વાત કરી હતી પરંતુ નવાઈની વાત એ છે કે આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. બીજી બાજુ હોસ્પિટલમાં માર મારવાની કે માર ખાવાની વાત હવે સામાન્ય બની ગઈ છે. હોસ્પિટલ હવે આ બાબતે કુખ્યાત બની ચૂકી હોય તેવું લાગી રહ્યું છે. હાલતો ઘાયલ ડોક્ટર હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે