દ્વારકાના દરિયામાં ફિશીંગ બોટમાં લાગી આગ : સાત માછીમારોનો બચાવ.

0
112

દ્વારકાના દરિયામાં ફિશીંગ બોટમાં લાગી આગ : સાત માછીમારોનો બચાવ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા :

દ્વારકાના નાવદ્રા બંદરથી આશરે 37 નોટીકલ માઈલ દુર હરસિધ્ધી નામની માછીમારી બોટ સાત ખલાસી સાથે માછીમારી કરવા દરિયા અંદર ગઈ હતી. અને તા.11.03.21ના રોજ અચાનક માછીમારી કરતા બોટમાં આગ લાગી હતી. વધારે પવન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું.

તે દરમિયાન સાંજે લગભગ 18.30 કલાકે ભારતીય તટરક્ષક દળના જહાજ રાજરતનને પોતાના ક્ષેત્રમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય માછીમારી બોટ દેવ તરફથી સંદેશો મળ્યો હતો કે, સાત ક્રૂ સાથેની ઈંઋઇ હરસિદ્ધિ બોટમાં આગ લાગી છે.

તેથી ઈંઈૠજ રાજરતનને રિપોર્ટિંગ કરવામાં આવેલી જગ્યા શોધ કરી અને તમામ સહાય પૂરી પાડવાના હેતુથી રાજરતન પોતાની મહત્તમ ઝડપ સાથે સ્થળ પર પહોંચ્યું હતું.

અને આગ બુઝાવવાનું કામ હાથ ધર્યું હતું. તમામ સાતેય ક્રૂને બચાવીને નજીકમાં રહેલી ઈંઋઇ ગાત્રાળ માછીમારી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. તમામ સાતેય ખલાસીઓને અન્ય બોટ રાજરતન પર લઇ જવામાં આવ્યા હતા અને તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સતત બે કલાક સુધી સતત આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હોવા છતાં, આગ ભયંકર સ્વરૂપ હોવાથી, હોડીને બચાવી શકાઇ નહોતી અને છેવટે દરિયામાં ડુબી ગઇ હતી. હોડીના એન્જીન રૂમમાં આગ લાગી હતી અને આગ બહુ ઝડપથી ફેલાઇ રહી હોવાથી બોટને બચાવી શકાઈ ન હતી.

સાતેય ખલાસીઓને અન્ય બોટ રાજરતન દ્વારા આજરોજ તા.12.03.21ના રોજ અંદાજે બપોરે ત્રણ કલાકે પોરબંદર લાવવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.