જામનગર “બાપુએ રંગ રાખ્યો” નાતજાતના ભેદ વગર મુસ્લિમ યુવાનને મોતના મુખમાં માંથી પાછો લાવી પરિવાર સાથે મિલન કરાવ્યું.

0
11899

જામનગરમાં થોડા દિવસ પહેલા એક વિચિત્ર યુવાન સામે આવ્યો હતો : માથામાં ઈયળો ખદબદતી હતી : સારવાર બાદ પરિવાર સાથે મિલન : કરુણ દ્રશ્યો સર્જાયા..

  • યુવકના માથાનો ભાગ એટલી હદે સળી ગયો હતો કે માથું નીચું કર્યાંની સાથે જ ઈયળનો ઢગલો થાય.
  • મુસ્લિમ યુવકની હાલત જોઈ ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા
  • માનવતા અને ક્ષત્રિય પણુ હજુ પણ ક્ષત્રિયો માં જીવંત છે, એનું ઉત્તમ ઉદાહરણ જામનગરના યુવા ઋષીરાજ સિંહ જાડેજાએ પુરુ પાડ્યું છે.
  • યુવાનની સારવાર કરાવી પરિવારને સુપ્રત કર્યાં : સ્નેહીઓની આંખો ભીંજાણી ત્યારે પરિવારજનોના દિલમાંથી એક જ દૂવા નિકળી કે “અલા આપકી હર મુરાદ પુરી કરે ઔર મેરી ભી ઉમર આપકો લગ જાયે..
  • જેની વેદના કાળજું કંપાવી દે, તેની હાલત શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી..

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૧ ઓક્ટોબર ૨૨ છેલ્લા બે ત્રણ મહિનાથી માથામાં પડેલ જીવાતથી પીડાતા યુવાનની કોઈએ ભાળ ”ન ” લેતા તેવામાં જાણે કુદરતે જાણે ઋષિરાજ ર્સિહ જાડેજાને દૂત બનાવીને મોકલ્યા હોય તેમ મુસ્લિમ યુવાનની સારવાર કરાવી માનવતા હજુ મરી નથી તેવુ ઉદાહરણ રાજપૂત યુવાને આપ્યું છે. દાન દઈ માન મેળવી સૌવ કોઈ છૂટી જાય છે. પરંતુ જ્યારે બીજાની પીળા પોતે હરે ત્યારે એ સાચો “દાનવીર “

ઋષિરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા યુવકને જયારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે યુવાનની હાલત એટલી દર્દનાક હતી કે આજુ-બાજુમાં ઉભુ રહેવુ તો ઠીક પરંતુ બાજુમાંથી નિકળી પણ ”ન” શકાય..

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં શેરી નંબર-૯માં યાદવ પાન સેન્ટર નજીક તારિખ 8 ઓક્ટોબરના રોજ રાજપૂત યુવા સંગઠનના પ્રમુખશ્રી ઋષિરાજસિંહ જાડેજા તથા રાજપૂત યુવા સંગઠન ટીમ ના યોગેન્દ્રસિંહ પરમાર, રવિરાજસિંહ જાડેજા વગેરે મિત્રો બેઠા હતા,

ત્યારે નજીક માં એક યુવાન અતિ બીમાર હાલત માં જોવા મળ્યો, હતો અને એટલી ખરાબ રીતે દુગંધ મારતો હતો અને તેના માથાના ભાગેથી ઈયળો પડતી હતી તે જોઈ ઋષિરાજસિંહ જાડેજા અને તેમના મિત્રો યુવાન પાસે ગયા અને હાલત જોતા યુવાન ની હાલત ખુબજ ગંભીર જણાય રહી હતી, યુવાન માં માથા માં ઈયળુ પડી ગઈ હતી, જીવાત ને કારણે યુવાને માનસિક સંતુલન ગુમાવી દીધું હતું, પરિસ્થિતિ ની ગંભીરતા ને ધ્યાને લેતા એ યુવાન ને તાત્કાલિક હોસ્પિટલ માં લઇ ગયા અને ઇમરજન્સી સારવાર અપાવી.

વધારે તપાસ કરતા માલુમ પડ્યું કે યુવાન મૂળ યુ.પી. ના કાનપુર શહેર ના સજ્જનપુર વિસ્તાર નો મોહમ્મદ અનસ શકિલ અહેમદ નામનો મુસ્લિમ પરિવાર નો યુવાન છે ઋષિરાજસિંહ જાડેજા તથા એમની રાજપૂત યુવા સંગઠન ટીમ ૮ તારીખ થી આજ ૧૬ તારીખ સુધી સતત હોસ્પિટલ માં ડોક્ટરો ને ભલામણ અને સતત રિપોર્ટિંગ કરતા રહ્યા.

જેને પરિણામે યુવાન ની સારવાર સારી થઈ, અને તંદુરસ્ત બની ગયા બાદ એમના પિતા ને ફોન કરી અને માહિતી આપતા આજ રોજ યુ.પી. થી એમના પરિવાર જનો યુવાન ને લેવા આવ્યા હતા, ત્યારે એમને ઋષિરાજસિંહ તથા સમગ્ર રાજપૂત યુવા સંગઠન ટીમ નો ખુબ જ આભાર માન્યો હતો. કોઈપણ જાતના જાતિ-ધર્મ ના ભેદભાવ વગર જરૂરિયાતમંદોને મદદ કરવી એ ઋષિરાજસિંહના સ્વભાવમાં છે.

દેશ દેવી ન્યુઝ સાથેની વાતચીતમાં ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અમારા આંગણે બેઠું કૂતરુ પણ દૂ:ખી ”ન” હોય તો જીવતા માણસને કેમ દુખી થવા દઈ..