જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાની પ્રેસ કોન્ફરસમાં કડાકા-ભડાકા

0
2748

જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતાની પ્રેસ કોન્ફરસમાં કડાકા-ભડાકા

  • ‘જાડા’ વિસ્તારમાં આવતા 38 ગામોની ઉપેક્ષા કરાઇ: કાસમભાઇ ખફી
  • અનેક વિકાસના કામો અધૂરા રહી ગ્યા, અધિકારીઓ દ્વારા પક્ષપાત પણ કરાતો હોવાનો સણસણતો આક્ષેપ
  • ખેડૂત જાગો…હક માંગો’ની લડતના મંડાણ કરતા કાસમભાઇ ખફી
  •  જામનગરની હદ વધારીને સમાવવામાં આવેલાં ગામો પાસેથી તમામ વેરા-ટેકસ વસૂલ્યા બાદ કોઈપણ સુવિધા નથી અપાતી..!

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ ઓક્ટોબર ૨૨ જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇ ખફીએ ગઇકાલ સોમવાર અચાનક એક પ્રેસ કોન્ફરસ કરીને અનેક શબ્દોરૂપી કડાકા-ભડાકા કરીને શાસકપક્ષ અને સરકારી સંસ્થાના અધિકારી વિરૂઘ્ધ સણસણતા આક્ષેપ કર્યા હતા. કાસમભાઇ ખફીરે ‘જાડા’ વિસ્તારમાં આવતા 38 ગામ અને અહીં રહેતા ખેડૂતોને ઉપેક્ષા થતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે, અનેક વિકાસના કામો અધૂરા રહી ગયા છે અથવા તો રાખી દેવામાં આવ્યા છે. સરકારી કામો સહિત અનેક વિકાસકર્યોમાં અધિકારીઓ દ્વારા પક્ષપાત પણ કરાતો હોવાનો સણસણતો આક્ષેપ કાસમભાઇએ કર્યો છે. આ ઉપરાંત ‘ખેડૂત જાગો…હક માંગો’ની લડતના પણ મંડાણ કરી દેવામાં આવેલ છે.જામનગર જીલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા કાસમભાઇ ખફી દ્વારા યોજાયેલ પત્રકા પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે, જામનગર પંથકના 38 ગામ અને બાજુના બીજા 14 ગામોને વિકાસના નામે આ ગામોનો ‘જાડા’માં સમાવેશ કરવામાં આવેલ હતો પરંતુ આ તમામ ગામોમાં વિકાસનું ફકત્ત નામ જ હોય અને વિકાસના બદલે આ ગામો અને અહીંના ખેડૂતોનું શોષણ થઇ રહ્યું છે.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના નેજા હેઠળ આવતા 14 ગામોમાંથી ટેક્સ વસુલવામાં આવે છે પરંતુ સ્થાનિક રહેવાસીઓને કોઇ સુવિધા આપવામાં આવતી નથી.સરકાર દ્વારા જે ગામોમાં સેટેલાઇટથી માપણી કરવામાં આવી છે તે માપણી 80% ખોટી છે જેના કારણે ભાઇ-ભાઇ વચ્ચે, શેઠાપાડોશીઓ વચ્ચે જમીન માપણીને લઇ ભારે વિવાદ અને ડખ્ખા શરૂ થયા છે.આવા તમામ મુદ્દાઓએ લઇ ગામના ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને ‘ખેડૂત જાગો…હક માંગો’ની લડતના મંડાણ કર્યા હોવાનું પણ કાસમભાઇ ખફીએ જણાવ્યું હતું.

વધુમાં તેઓના જણાવ્યા મુજબ, ‘જાડા’ દ્વારા 38 ગામને ડેવલોપિંગના નામે જોડીને માત્ર જમીન હડપ કરવાના ઈરાદા સાથે કરવામાં આવેલા એક તરફી નિર્ણય અને ત્રીજો મુદ્દો છે જામનગરની હદ વધારીને સમાવવામાં આવેલાં ગામો પાસેથી તમામ વેરા-ટેકસ વસૂલ્યા બાદ કોઈપણ સુવિધા ન આપવાની બાબતનો સમાવેશ છે.

કાસમભાઇના જણાવ્યા મુજબ, આવા ગામ પોતાની સત્તામાં લઈને જાડા દ્વારા ખેડૂતોની મરજી વિરૂદ્ધ પોતાને મન ફાવે તે રીતે જમીનોને ઉદ્યોગ ઝોન, લઘુ ઉદ્યોગ ઝોન, રહેણાંક ઝોન, ગ્રીન ઝોન જેવા રૂડા રૂપાળા નામ આપી દીધાં છે! અને ખેડૂતોની સંમતી વગર એમને જાણ કર્યા વગર ખેડૂતોની જગ્યાઓમાં રોડ-રસ્તાના પ્લાન પોતાની મનસૂફીથી બનાવી લીધાં છે. શહેરની હદમાં લેવામાં આવ્યા છતાં કોઇ સુવીધા આપવામાં આવી નથી.

આ પત્રકાર પરીષદમાં તાલુકા પંચાયતના સભ્ય મનોજભાઇ વાઘેલા, જિલ્લા કોંગ્રેસ મંત્રી દિનેશભાઇ કંબોયા, પૂર્વ કોર્પોરેટર યુસુફભાઇ ખફી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં.