જામનગરના કાલાવડ નાકા બહાર વિડીઓ ઉતારી સોશિયલ મીડિયામાં મુકવા બાબતે ડખો.
- મોબાઇલની દુકાનમાં તોડફોડ કરી યુવાનની હત્યાની કોશીશ: હાલત ગંભીર
- આરોપી: – (૧) રેહાન ઇકબાલ બેલીમ (૨) દાનીશ જઉર બેલીમ (૩) રઉફ ગુલામ બેલીમ (૪) ગુલામ ઉર્ફે રાજાબાબુ જમાલભાઇ બેલીમ (૫) અલ્મોઇન જઉર બેલીમ તથા અન્ય બે શખ્સો સામે ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૭ ઓક્ટોબર ૨૨ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર વીડીયો બનાવીને સોશ્યલ મીડીયામાં મુકવા બાબતે થયેલા ડખ્ખામાં ગતરાત્રીના ૭ શખસોએ તલવાર, છરી, ધોકા સહિતના હથિયારો વડે યુવાન ઉપર હુમલો કરીને હત્યાની કોશિષ કરી હતી અને ઓફીસમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.શહેરના કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટી શેરીનં-૧માં રહેતા ઈમ્તીયાઝ યુનુશભાઈ કુરેશી (ઉ. વ.૩પ) નામના યુવાનના સાળા અકરમને આરોપી રેહાનને બે દિવસ પહેલા વીડીયો બનાવી સોશ્યલ મીડીયામાં મુકવા બાબતે માથાકુટ થઈ હતી. જે બાબતે બનેવી ઈમ્તીયાઝે સમજાવવા માટે ફોન કરતાં તેમની સાથે પણ ફોનમાં બોલાચાલી થઈ હતી.જે બાબતનો ખાર રાખીને ગતરાત્રીના આરોપીઓ રેહાન ઈકબાલ બેલીમ, દાનીશ જઉર બેલીમ, રઉફ ગુલામ બેલીમ, ગુલામ ઉર્ફે રાજાબાબુ જમાલભાઈ બેલીમ અને અલ્મોઈન જઉર બેલીમ અને અન્ય બે શખસો છરીઓ. તલવાર, લાકડાના ધોકા, પાઈપ સાથે ઈમ્તીયાઝ કુરેશીની કાલવાડ નાકા બહાર હાપા રોડ પર આવેલી મોબાઈલની ઓફીસે પહોંચ્યા હતાં.જ્યાં ઈમ્તીયાઝનો ભાઈ નવાજ યુનેશભાઈ કુરેશી (ઉ.વ.૨૭) નામનો યુવાન હાજર હોવાથી તેમની ઉપર હુમલો કરીને છરીઓ, તલવારના ઘા મારી શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી અને ઓફીસમાં તોડફોડ કરીને નાશી છુટ્યા હતાં. આ હુમલાની જાણ થતાં પીઆઈ એમ.બી.ગજ્જર સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બેભાન રહેલા નવાજના ભાઈએ ફરિયાદ નોંધાવતાં પોલીસે IPC કલમ-૩૦૭, ૪૫૨, ૫૦૪, ૩૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮,૧૪૯,૪૨૭, GP એક્ટ કલમ-૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે.