આહિર બહેનો પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈ મોદીજીની જનસભામાં પહોંચ્યા

0
3555

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનથી હાલારમાં હરખની હેલી : જામનગરમાં આનંદ ઉત્સવનો માહોલ.

પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ થઈ ભાઈઓ-બહેનો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જનસભામાં પહોંચ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.10 ઓક્ટોબર ૨૨ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જામનગરમાં આગમનથી હાલાર પંથકમાં હરખની હેલી સર્જાઈ છે. પ્રધાનમંત્રી ની પ્રદર્શન મેદાન ખાતે વિશાળ જનસભામાં વિવિધ સમાજના ભાઈઓ – બહેનો જાણે પોતાના આંગણે શુભપ્રસંગ હોય તેવા ઉત્સાહ ઉમંગ સાથે પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં સજજ થઈ પ્રધાનમંત્રી ના આગમનને વધાવવા માટે પહોંચ્યા હતા.

આ જનસભામાં આહીર સમાજના બહેનો તેમના પરંપરાગત વસ્ત્રો – આભૂષણો સાથે પ્રધાનમંત્રીની જનસભામાં જોવા મળ્યા હતા. વેઢલા, ઝૂમણું, કાઠલી, સોનૈયા, પાંદડી, કડલી જેવા આભૂષણો અને ઓઢણી, કાપડું સાથેના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જનસભામાં પહોંચ્યા હતાં.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જામનગર – હાલારના વિવિધ વિકાસલક્ષી રૂ. ૧૪૪૮ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું.