જામનગર સહિત ગુજરાતના જેલ કર્મી આંદોલનના માર્ગે
- સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ અપાયું:માંગણી નહીં સ્વીકારાય તો જેલ બંધનું એલાન
- જેલ વિભાગના પોલીસ કર્મચારીને જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થામાં સમાવેશ કરવા બાબત.
- ક્લેક્ટરને કરાયેલી રજૂઆતમાં યુનિયન બનાવવાની પરવાનગી મંગાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ 26 સપ્ટેમ્બર 22 જામનગર જિલ્લા જેલ કરવી દ્વારા પોતાની અલગ અલગ માંગણીને લઈ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું અને જો માંગણી નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી જણાવ્યા પ્રમાણે સરકારના પરીપત્ર મુજબ ગુજરાત રાજ્યના જેલ ખાતાના પોલીસ કર્મચારી/અધિકારીઓને અને સિટી પોલીસ ખાતાના કર્મચારી/અધિકારીઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર એટલે કે સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવેલ છે.ગૃહ વિભાગ અંતર્ગત સિટી પોલીસ વિભાગ તથા જેલ પોલીસ વિભાગ પણ આવે છે. તથા અનાર્મ આમ, ™ તથા જેલ પોલીસ વિભાગની ભરતી પ્રક્રિયા પણ એક જ હોય તેમ છતા જેલ પોલીસ વિભાગના કર્મચારીઓને જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થાથી કેમ બાકાત રાખવામાં આવેલ છે ? પોલીસ વિભાગની જેમ જ જેલ વિભાગના પોલીસ કર્મચારીઓની ફરજ ર૪ કલાકની હોય છે તથા આવશ્યક સેવાઓમાં સામેલ કરેલ છે તેમ છતા પગાર ભથ્થામાં વિસંગતતા કેમ ? જો જેલ વિભાગના પોલીસ કર્મચારીઓનો પોલીસ વિભાગમાં સમાવેશ ન થતો હોય તો યુનીયન બનાવવાની પરવાનગી આપવી.ઉપરોક્ત જણાવેલ તમામ મુદ્દા બાબતે યોગ્ય રજુઆતો કરી ત્વરીત ન્યાય અપાવવા વિનંતી છે. અન્યથા ઉપરોક્ત મુદાઓમાં જેલ વિભાગના પોલીસ કર્મચારીઓને ન્યાય ન મળે તો આગામી તા. ૨૮/૦૯/૨૦૨૨ ના દિવસથી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. હાલ રાજ્યમાં આરોગ્ય, ફોરેસ્ટ તલાટી સહિતના કર્મી આંદોલનના માર્ગે હતા તેવામાં જેલકર્મીઓ એ પોતાની માંગણીને લઈ આદોલનનો માર્ગ અપનાવતા મામલો ગરમાયો છે.