જામનગરમાં પૈસાની લેતી-દેતી બાબતે વેપારી અને ફાઇન્સરે એકબીજાને થપ્પડો ચોડી દીધી :મામલો પોલીસ મથકે
- વેપારી દંપતીએ અગાઉ ધાકધમકી અંગેની કરીયાદ પણ કરી હતી
- પ્રકાશ મુજાલે ૧૦ ટકા વ્યાજ વસુલ્યાનો દંપતિનો આક્ષેપ: સામસામી ફરિયાદ નોંધાવાઈ
- સોની વેપારીને ઘરે જઈ ધમકાવ્યાનો વિડીયો થયો વાઈરલ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯. સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ ૫૭ માં રહેતા અને નાગર ચકલામાં દિપક નોવેલ્ટી સ્ટોર ચલાવતા વિજય ભરતભાઈ નાંઢા અને પ્રકાશ ભાયલાલ મુંજાલ વચ્ચે ગઇકાલે મીગ કોલોની નજીક ચેતક ટ્રાવેલ્સ પાસે પૈસાની ઉઘરાણી બાબતે બોલાચાલી થઈ હતી અને બંનેએ એકબીજાને ત્રણ ત્રણ થપ્પડ ચોડી દીધાની સામ-સામી સીટી-એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવાઈ છે.જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ 57 માં રહેતા પ્રકાશ ભાઈલાલભાઈ મુંજલ પાસેથી નવેક માસ પહેલા વિજય નાંઢા નામના આસામીએ ત્રણ લાખનો ગરમ કપડાનો સામાન બાકીમાં લીધો હોય જે બાબતે વિજયભાઈએ લખાણ કરીને માર્ચ મહિના ૩૫ ચેક આપ્યા હતા જે ચેક બેંકમાંથી બાઉન્સ થતા પૈસાની ઉઘરાણી કરતા મામાલો બિચક્યો હતો બીજી બાજુ વિજયભાઈ નાંઢાએ સામી ફરિયાદ નોંધાવી છે કે ત્રણ લાખના માલ પેટેના ૩૫ હજાર ચૂકવી દીધેલ હોય અને બાકીના પૈસાની ઉઘરાણી બાબતે બંને મીગ કોલોની ચેતક ટ્રાવેલ્સ મળતા તેવામાં બંને વચ્ચે પૈસાને લઈ ઉગ્ર બોલચાલી થઈ અને બંનેએ એકબીજાને થઈ થપ્પડો છોડી દેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતોઆથી સીટી – એ ડિવિઝન પોલીસે બંનેની સામ-સામી ફરિયાદ નોંધી IPC કલમ ૩૨૩ , ૫૦૪ ,૫૦૬ ( ૨ ) મુજબ ધરપકડ કરી હતી હાલતો આ બાબતે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.