જામનગર મનપાના ઢોર ડબ્બામાંથી પશુપાલકો તોડફોડ કરી ૧૫૦ ઢોર છોડાવી ગયા

0
2094

જામનગર મહાનગરપાલિકાએ ગોલ્ડન સિટી પાસે બનાવેલ પશુ વાડામાં પશુપાલકોનું ટોળું ત્રાટક્યું વાડામાં તોડફોડ કરી ૧૫૦ થી વધુ ઢોર છોડાવી ગયા.

  • અડધી રાત્રીનો બનાવ: પોલિસ આવી જતા અક્ડાતફડીમાં બાઇક મૂકી નાશી ગયા..
  • મનપાના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા: ફરીયાદની તજવીજ
  • જામનગર સહિત ગુજરાત માટે ઢોરની સમસ્યા માથાનો દુખાવા સમાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૦ સપ્ટેમ્બર ૨૨ જામનગર મહાનગર પાલિકા દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર પાછળ આવેલ ગોલ્ડન સીટી સોનલ નગર પાસે બનાવેલ ઢોર વાડામાં અડધી રાત્રે  લોકોનું ટોળું વાડા ખાતે ઘસી આવ્યું હતું અને દાદાગીરી કરી ઢોર ડબ્બામાં તોડફોડ કરી  ગાયું છોડાવી ગયા હતા ઢોર ડબામાં તોડફોડને કારણે માલિકી સિવાયના ઢોર છૂટી આજુબાજુ ફેલાઈ ગયા હતા જેને લઈ આસપાસનો વિસ્તાર પશુઓએ બાનમાં લીધો હતો તેને પકડવામાં મહાનગરપાલિકાની ટીમને પસીનો વળી ગયો હતો બનાવના પગલે મનપાના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા અને બનાવની વિગત મેળવી હતી  તેવામાં અડધી રાત્રે પોલીસની ગાડીઓ આવી જતા તમામ પશુપાલકો બાઈક મૂકીને ફરાર થઈ ગયા હતા