જામનગરમાં ભારે પવન વચ્ચે મીની વાવાઝોડું ત્રાટકતા લાખોટા તળાવ પર “લેઝર શો” ના છાપરા ઉડ્યા: જુવો VIDEO

0
3289

જામનગરમાં ભારે પાવન વચ્ચે લાખોટા તળાવ પર લેઝર શો ના છાપરા ઉડ્યા

  • વોકીંગ કરતા નાગરીકોમાં ભગદડ : એક વ્યક્તિને ગંભીર ઇજા
  • લાખોટા લેક પરની દિવાલ,ગ્રીલ અને રેલીંગને ભારે નુક્સાન
  • જામનગરમાં ભારે પવન વચ્ચે વરસાદ વરસતા લાખોટા તળાવ પર મ્યુઝિકલ લાઈટ એન્ડ લેઝર શોનો ડોમ ઉડ્યો, એક યુવતી ઘાયલ જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર તા. o૯ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરમાં અચાનક વરસાદ સાથે ફુંકાયેલા મીની વાવાઝોડાએ લાખોટા પરના બ્યુટીફીકેશન અને લેઝર શોના છાપરા ઉડાળી દેતા અફડાતફડી મચી ગઈ હતી સદનશીબે જાનહાની ટળી જતા હાશકારો થયો બનાવની જાણના પગલે મનપાના ઉચ્ચ અધિકારી પદાધિકારીઓ દોડી ગયા હતા.પ્રાપ્ત વિગત મુજબ આજ રોજ શહેરમાં અચાનક વરસાદ સાથે મીની વાવાઝોડું ફુંકાતા લાખોટા તળાવ ગેઈટ નંબર – ૨ પાસે લેઝર શોના છાપરા હવામાં ફંગોળાઇને રોડ ઉપર ઉડ્યા હતા અને વોકિંગ કરતા નાગરીકોમાં નાસભાગ મચી જવા પામી હતી હાજર સીનીયર સીટીઝન બચવા માટે દોટ મૂકી હતી પરંતુ ભગદડના કારણે એક વ્યક્તિને ગંભીર ઇજા થઇ હતી તેવામાં હાજર ગાર્ડે ૧૦૮ ને જાણ કરતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા ધોધમાર વરસાદ સાથે અચાનક વાવાઝોડું ત્રાટકતા અનેક વૃક્ષોનો સોથ વળી ગયો હતો આખા દિવસના બફરા બાદ હવામાં ઠંડક પ્રસરી હતી સાથો-સાથ લાખોટા તળાવની દિવાલ સહિતની વસ્તુને ભારે નુકસાન થયું હતું