જામનગરમાં વાહનો ભાડે રાખી બારોબાર વેંચી મારતી રોજકોટની ત્રિપુટીનો પર્દાફાસ: જુવો VIDEO

0
3519

જામનગર એરપોર્ટમાં વાહનો ભાડે રાખવાની લાલચ આપી છેતરપીડીં આચરતી ગેંગનો પર્દાફાશ

  • આરોપી : (૧) અવેસ ઇકબાલભાઇ આરંભડા તથા (૨) સરફરાજ ઉર્ફે રાજ હૈદરઅલી ખોડ (૩) મહમંદહુશેન ઉર્ફે સમીર અકબરભાઇ ખોડ રહે. બધા રાજકોટ 
  • સીટી-સી ડીવીઝન પોલીસે ૧૧ લાખેણી કાર સાથે ૮૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો
  • જામનગરમાં ઓફિસ ભાડે ત્રિપુટીએ આચર્યું કારસ્તાન : અનેક લોકો શીશામાં ઉતરી ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૬ સપ્ટેમ્બર ૨૨  જામનગર સહિત અનેક શહેરોમાં લોકોને એરપોર્ટ કોન્ટ્રાકટરમાં ગાડી રખાવાના બહાને તેમની કાર લઇ તેને વેચી નાખી અથવા ગિરવે મૂકી દેનાર ત્રિપુટીનો પર્દાફાસ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ પ્રકરણમાં પોલીસે ૧૧ જેટલા વાહનો કબજે કર્યા છે. આ કૌભાંડમાં સીટી-સી પોલીસે ૮૪ લાખ જેવો મુદ્દામાલ જપ્ત કર્યો આ ફુલેકું કરોડોને આંબી જાય તેમ છે. જામનગર અને ખંભાળિયામાં રહેતા લોકો પાસેથી રાજકોટની એક ત્રિપૂટીએ એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ટ્રાવેલ્સની ઓફિસ ખોલીને એરપોર્ટ પર કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ગાડી ભાડે રાખવાની લલચામણી ઓફર આપી હતી . જેમાં ૧૧ જેટલા લોકો હાલ ફસાઈ ચૂક્યા છે . આ લોકો પાસેથી ફોર વ્હીલર ગાડીઓ લઈ તેને મહિને ભાડુ આપી આ ગાડીઓ ગિરવે મૂકી દેવામાં આવતી અથવા તો વેચી દેવામાં આવતી હતી.

જામનગર સિટી – સી પોલીસે નિર્મલ માલદેભાઇ ચાવડા નામના શખસની ફરિયાદ પરથી પોરબંદરના આવેશ ઈકબાલ આરંભડા , રાજકોટના મહંમદહુસેન ઉર્ફેસમીર અકબર ખોળ અને સરફરાજ ઉર્ફે રાજ હૈદરઅલી ખોળ નામના ત્રા શખસો સામે છેતરપીંડી , વિશ્વાસઘાત અને કાવતરાની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આવા તો છેતરપિંડીનો અનેક લોકો ભોગ બન્યા છે . અમુક લોકોએ તો નવી ગાડીઓ લાલચમાં છોડાવીને કોન્ટ્રાક્ટમાં મુકી હતી.પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. પોલીસે હાલ ૧૧ જેટલી ગાડીઓ કબજે કરી છે અને ૮૪ લાખ જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.