દડિયામાં જુની અદાવતમાં બબાલ: સામ-સામી ફરીયાદ જૂની અદાવત કારણભૂત:
દેશ દેવી ન્યુઝ જામનગર ૦૨ સપ્ટેમ્બર ૨૨ જામનગર: દડીયા ગામે મનીષ પાન વાળી શેરીમાં રહેતા પ્રવિણભાઈ બચુભાઈ હરવરા, ઉ.વ.૪ર એ પંચ બી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, આરોપીઓ અભય હરવરા, રોહિત હરવરા એ ફરીયાદી પ્રવિણભાઈ આશાપુરા એગ્રો નામની દુકાન પાસે પહોંચતા આરોપી અભય હરવરા એ ફરીયાદી પ્રવિણભાઈને ગાળો આપેલ અને ત્યાંથી તેનું બુલેટ લઈને નીકળી ગયેલ ત્યારબાદ થોડીવાર પછી આરોપીઓ બુલેટમાં આવી ફરીયાદી પ્રવિણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ભુંડી ગાળો બોલી ગુનો કરેલ છે.જયારે સામા પક્ષે દડીયા ગામે રામ મંદિર શેરી નંબર-૪ માં રહેતા રોહિત અશોકભાઈ હરવરા ઉ.વ.૨૩ એ પંચ બી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે હતી આરોપીઓ શૈલેષભાઈ હરવરા, જગદીશભાઈ હરવરા, વિશાલભાઈ હરવરા, અનિરૃઘ્ધ હરવરા એ ફરીયાદી રોહિત તથા સાહેદ બંન્ને જણા સાથે બુલેટમાં જતા હતા ત્યારે મનીષ પાન નામની દુકાન પાસે પહોંચતા આરોપી શૈલેષભાઈ, જગદીશભાઈ તથા વિશાલભાઈ એ ફરીયાદી રોહિત તથા સાહેદને રોકી કહેલ કે તમે અગાઉ સુજીત ને માર મારેલ હતો અને તેના કેસ કોર્ટમાં ચાલુ છે જે બાબતનો ખાર રાખી જાનથી મારી નાખીશું તેમ ધમકી આપી જાહેરમાં મનફાવે તેવીભુંડી ગાળો બોલી આરોપીઓએ ત્યાંથી નીકળી ગયેલ ત્યારબાદ આરોપી અનિરૃઘ્ધ તથા સાહેદ પાસે જઈને જેમફાવે તેમ ભુ્રંડીગાળો બોલી ગુનો કરેલ છે.