જામનગર નવીવાસમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો: ૪ પકડાયા

0
5597

નવીવાસમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી સીટી-એ પોલીસ: ચાર ઝડપાયા

  • ફરીયાદીના સાળાના પુત્રનું કારસ્તાન : દાગીનાના ભાગ પાડી રાજકોટ વેંચી માર્યો: તપાસ રાજકોટ લંબાવાઈ
  • ટાબરીયો સગીર હોવાથી તેનો કબ્જો તેના માતાપિતાને સોંપાયો
  • ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલતી પ્રંસન્નીય કામગીરી કરતી સીટી-એ ડિવિઝન પોલીસ
  • સીટી-એ ડી. સ્ટાફના જીતેન્દ્રસિંહ જાડેજા, દેવાયતભાઈ કોબરીયા, મહિપતસિંહ જાડેજા તથા વિક્રમસિંહ જાડેજાની બાતમીને મળી મોટી સફળતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ : ઓગસ્ટ ૨૨ જામનગરમાં નવી વાસ વિસ્તારમાં એક સિનિયર સિટીજન ના રહેણાંક મકાનમાં ધોળે દહાડે થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાઇ ગયો છે , અને પોલીસે મકાન માલિકના સાળાના દીકરા અને એક ટાબરીયા સહિન ચાર રાખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા બે લાખ પાંચ હજારની રોડ રકમ કબજે કરી છે. જયારે ઘરેણાંની ચોરી કર્યા પછી રાજકોટમાં દાગીના વેચી મારી રોકડી કરી લીધી હતી . સમગ્ર મામલે સીટી એ . ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.ઉપરોક્ત ચોરીના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવી વાસ વિસ્તારમાં રહેતા અને ધોબી કામના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રભુલાલ ભગવાનજીભાઈ દેવાણી નામના ૭૧ વર્ષના સિનિયર સિટીઝનના રહેણાક મકાનમાંથી ગઇ કાલે ધોળે દહાડે ચોરી થઈ હતી , તસ્કરો રૂપિયા ચાર લાખ પંદર હજારની કિંમનના સોનાના દાગીનાની ચોરી કરી લઇ ગયા હોવાનું સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કરાયું હતું.જેમાં પહેલેથી શંકાના દાયરામાં રહેલા અને ગુલાબનગર રહેતા પોતાના સાળાના પુત્ર અભય રમેશકુમાર કુંવરીયાનું નામ આપ્યું હતું .. જે સમગ્ર મામલે સીટી ડિવિઝનના પી.આઇ. મહાવીરસિંહ જલુ તેઓની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી . અને શંકાના દાયરામાં રહેલા એવા અભય રમેશકુમાર કુંવરીયા ને ઉપાડી લીધો હતો .જેની પૂછપરછ દરમિયાન ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી હતી.