જામનગર વાલકેશ્વરીનગરીમાં વકીલના બંગલામાંથી અડધા કરોડની ચોરીથી ખળભળાટ

0
2253

જામનગરમાં વકીલના બંગલામાંથી અડધા કરોડની ચોરીથી ખળભળાટ: તપાસનો ધમધમાટ

  • વાલકેશ્વરીનગરીમાં આવેલ ફેસ-૨ બ્લોક ૧૪૩/બી ના અરિહંત બંગલાનો બનાવ.
  • મુખ્ય દરવાજો તોડી અંદર પ્રવેશ્યા: પોલીસની દોડધામ
  • વકીલ પરિવાર દ્વારકામાં નિર્માણ પામેલા દેરાસરના મુહુર્ત નક્કી કરવા સહપરિવાર પાલીતાણા ગયા હતા : પાછળથી તસ્કરો ત્રાટક્યા
  • બનાવ અંગે પરિવારને જાણ કરાતા હાકડો ફાફડો થતો જામનગર આવ્યો: ફરિયાદની તજવીજ
  • બંગલાની તિજોરીમાંથી રોકડ રૂ. 20 થી 22 લાખ અને 40 થી 50 તોલા સોનાના દાગીના ચોરી થયા

દેશ દેવી ન્યુઝ ૨૩ ઓગસ્ટ ૨૨ જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં રહેતા અને દ્વારકામાં વકીલાત કરતા વકીલ પરિવાર સાથે પાલીતાણા ગયા અને બંધ બગલામાં તસ્કરો ત્રાટકીને રોકડ રૂા.૨૦ થી ૨૨ લાખ અને ૪૦ થી ૫૦ તોલા સોનું મળીને અંદાજે રૂા.૪૦ થી ૫૦ લાખની ચોરીની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. પોલીસ તે વિસ્તારમાંથી સીસી ટીવી ફુટેજ મેળવી રહી છે.દ્વારકામાં વકીલાત કરતાં રાજેશભાઈ અનંતરાય શેઠનો જામનગર શહેરના વાલકેશ્વરીનગરીમાં અરિહંત નામનો બંગલો આવેલો છે. તેમાં પરિવારજનો રહે છે. ત્યારે તેઓ ચાર દિવસ પહેલા વકીલ તેમજ તેમની પત્ની, પુત્ર અને પુત્રી પાલીતાણા ગયા હતાં. આ દરમ્યાન તસ્કરો બારણાનો લોક તોડીને બંગલાની અંદર ઘુસ્યા હતા અને રૂમમાં રહેલ લોકરમાંથી રોકડ રૂ.૨૦ થી ૨૨ લાખ તેમજ ૪૦ થી ૫૦ તોલા સોનાના ઘરેણા મળીને રૂ.૪૦ થી ૫૦ લાખની ચોરી કરીજતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે. લાખોની ચોરીનો બનાવ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કે.જે.ભોયે, પીએસઆઈ આર.બી ગોજીયા, સી. એમ. કાંટેલીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પહોંચી ગયો હતો પાલીતાણા ગયેલા પરિવારને જાણ કરતા તેઓ પણ જામનગર પહોંચી ગયા હતા અને પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.દ્વારકામાં વકીલાત કરતા રાજેશ (રાજુભાઈ) શેઠ ચારેક દિવસ પહેલા દ્વારકામાં નિર્માણ પામેલા દેરાસરના મુર્હુત નક્કી કરવા માટે વકીલ પરિવાર સાથે પાલીતાણા જૈનચાીના દર્શનાર્થે ગયા હતા. ત્યારે ગતરાત્રીના તસ્કરો કળા કરી ગયા દાવાનું માનવામાં આવે છે.