સુરતમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ, 4 લાખ લોકો ક્વોરેન્ટાઈનમાં

0
141

સુરતમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ, 4 લાખ લોકો ક્વોરેન્ટાઈનમાં

દેશદેવી ન્યુઝ નેટવર્ક: સુરત 

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે. જો આ લહેર કાબૂમાં નહિ આવે તો કોરોનાની સુનામી આવશે.

ત્યારે ગત 24 કલાકમાં સુરતમાં 100 કોરોનાના દર્દીઓ સામે આવ્યા હતા. સુરતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે કોરોનાની રસી લીધા બાદ કોરોના થયો હોવાનો કિસ્સો સુરતમાં બન્યો છે. સુરત પાલિકાના 3 ઈજનેરોને રસી લીધા બાદ કોરોના થયો છે.

સુરમતાં 533 વિસ્તાર માઈક્રો ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. હાલની સ્થિતિએ, 10422 ઘરોમાં 400032 લોકોને ફરજિયાત ક્વોરેન્ટાઇન કરાયા છે. તો સાથે જ સુરતમાં કોરોના ટેસ્ટ પણ વધારાયા છે. પાલિકા દ્વારા લોકોને ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ છે. હાલ સુરતના અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ છે.

આખી સોસાયટીને બદલે 15 થી 20 ઘર ક્ધટેઇનમેન્ટ ઝોનમાં મૂકવાનું શરૂ કરાયું છે.
સુરતમાં કોરોનો કહેર વકરી રહ્યો છે. રાંદેર અને અઠવા ઝોનમાં ક્લસ્ટર વિસ્તાર ઉભા થઇ રહ્યા છે.

સુરતના રાંદેર અને અઠવા ઝોનમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી રહી છે. અઠવા, રાંદેર, અડાજણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પાલિકાએ સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવી દીધા છે.