જામનગરમાં ચર્ચાસ્પદ બનેલ ફડાકાકાંડમાં વાહન ચાલક સામે ફરિયાદ
આરોપી :- સીલ્વર કલરના એક્સેસ મો.સા રજી નં- GJ10-BL-9843 ના ચાલક
- જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલીક જવાનને ફરજ મુક્ત કરી દેવાયો છે.
- વિકલાંક યુવાન અગાઉ પણ ટ્રાફિક પોલિસ સાથે ડખ્ખો કરી ચૂક્યો છે. તેવામાં ફરી બ્રિગ્રેડ સાથે બબાલ કરી
- જામનગર શહેરમાં ચર્ચાસ્પદ બનેલ ફડાકા કાંડમાં નવો વણાંક આવ્યો છે. પોતાની ફરજ બજાવતા TRB જવાનને અપશબ્દ બોલી ઉશ્કેરાવટ વાતાવરણ ઉભુ કરનાર એકટીવા ચાલક સામે અંતે ગુનોં નોંધાયો
દેશ દેવી ન્યુઝ ૧૨ ઓગસ્ટ ૨૨ જામનગર શહેરના નાગનાથ સર્કલ પાસે ગઈકાલે સાંજના સમયે ટ્રાફીક જામ સર્જાયો હોય અને એક વિકલાંગ અને ટ્રાફીક બ્રિગેડના જવાન વચ્ચે ગાળાગાળી સાથે બોલાચાલી થઈ હતી તેવામાં TRB જવાને સ્કૂટર ચાલકને ફડાકો ઝીંકી દીધાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ સ્કૂટર ચાલકે ટ્રાફિક બ્રિગેડના જવાનન ગાળો ભાંડી હોવાનું સામે આવ્યું છે.શહેરમાં ટ્રાફીક નિયમન માટે ટ્રાફીક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફીક બ્રિગેડના જવાનોને રોજમદાર તરીકે રાખ્યા છે . તેઓને શહેરના જુદા જુદા વિસ્તારમાં ટ્રાફીક નિયમન માટે ફરજ પર રાખવામાં આવ્યા છે અને ટ્રાફીક નિયમન કરાવે છે . ત્યારે ગઈકાલે શહેરના નાગનાથ ચોકડી પાસે ટ્રાફીક વોર્ડન ટ્રાફીક નિયમન કરાવી રહ્યા હતાં. તેમ છતાં ટ્રાફીક ચક્કાજામ હતો, ત્યારે એક હાથે વિકલાંગ યુવાન સ્કુટર લઈને નિકળ્યો હતો અને કોઈ બાબતે ટ્રાફીક વોર્ડન સાથે માથાકુટ થઈ અને અપશબ્દો બોલી બોલાચાલી કરી હતી જેથી બ્રિગેડ જવાને ફડાકો ચોડી દીધો હતો આ સમયે લોકો એકઠા થયા હતાં અને થોડીવાર માટે ટ્રાફીક જામ થઈ ગયો હતો . એકઠા થયેલા લોકોમાંથી કોઈએ મોબાઈલમાં વિડીયો ઉતારી લીધો હતો અને સોશ્યલ મીડીયામાં વાયરલ કરતાં પોલીસ બેડામાં સારી એવી ચર્ચા જાગી છે. જે બાદ પોલીસે દશરથસિંહ વનરાજસિંહ વાઢેરની ફરિયાદ પરથી વાહનચાલક સામે ઈ.પી.કો. કલમ ૨૯૪ ( ખ ) , ૫૦૪ મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે.