જામનગરના ધરાનગરમાં બની ગોજારી ઘટના: તાજીયાના જુલુસ વેળાએ વીજ શોક લાગતા સર્જાયો અકસ્માત
- હેવી વોલ્ટેજ વીજ લાઇનમાં તાજીયાનો ભાગ અડી જતા ૧૫ લોકો દાઝયા: બે ના મોતથી અરેરાટી
- બનાવની જાણ થતા પોલીસ વડા પ્રેમસુખ ડેલું અને નાયબ પોલિસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા હોસ્પિટલ દોડી ગયા
- મૃતકનું નામ આશીફ મલેક ઉવર્ષ- ૨૪ અને મહોમદ વાહીદ હુશેન ઉવર્ષ-૨૫ અન્ય એકની હાલત ગંભીર હોવાનું મનાય રહ્યું છે
દેશ દેવી ન્યુઝ જામનગર o૯ ઓગસ્ટ ૨૨ જામનગર શહેરના ધરાનગર વિસ્તારમાં તાજીયાના જુલુસ વેળાને ૧૫ લોકોને વીજ શોક લાગતા તમામને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જયા બે લોકોના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ હતી
સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરના ધરાનગર વિસ્તારમાં મહોરમ પર્વ નિમીતે તાજીયા કાઢતી વેળાએ ઉપરથી પસાર થતી હેવી વોલ્ટેજ વીજ લાઈનમાં તાજીયાનો ભાગ અડી જતા ગોઝારો અકરમાત સર્જાયો હતો જેમાં ૧૫ જેટલા લોકો દાઝયા હતા અને બે લોકોના મોત થયા હતા અચાનક બનેલી ઘટનામાં નાશભાગ મચી ગઈ હતી તમામને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા બનાવની જાણ થતા જ લોકોના ટોળા એકઠા થયા હતા હોસ્પિટલના ટ્રોમા વાર્ડેમાં માતમ છવાઈ ગયો હતો.વોર્ડ નં-૨ના સ્થાનિક કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા અને જયેન્દ્રસિંહ ઝાલા સહિતના મુુુસ્લીમ આગેવાનો દોડી ગયા હતા ઘટનાના પગલે એસ.પી પ્રેમસુખ ડેલું તથા Dysp જયવીર સિહ ઝાલા સહિતનો પોલીસ કાફલો તાબડતોબ જી.જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.