કાલાવડમાં બે પરિવાર વચ્ચે બબાલમાં મારામારી: સામ-સામી ફરિયાદ

0
1636

કાલાવડમાં બે પરિવાર વચ્ચે બબાલમાં મારામારી: સામ-સામી ફરિયાદ

  • જાહેર રસ્તા પર લઘુશંકા કરતા હોવાથી મહિલાઓને તકલીફ બાબતે યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
  • સામાપક્ષે વીડિયો બનાવવાની બાબતે ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ ધારિયા વડે હુમલો 

દેશ દેવી ન્યુઝ જામનગર: ૦૩ ઓગસ્ટ ૨૨ કાલાવડ ગામમાં શિતલા કોલોનીમાં રહેતાં અને વાણંદ કામ કરતાં હિતેશ લીંબાણી નામના યુવાનના ઘરે સોમવારે રાત્રિના સમયે બાબુ લખુ ઝીંઝુવાડિયા, પ્રકાશ બાબુ ઝીંઝુવાડિયા અને ભાવેશ બાબુ ઝીંઝુવાડિયા નામના ત્રણ શખ્સોએ ઘરે આવીને ‘તારી વાણંદની કેબિન અમારા ઘરે જવાના રસ્તામાં આવતી હોય અને ત્યાં લોકો વાહન પાર્ક કરી કેબિન પાછળ લઘુશંકા કરતા હોય છે જેના કારણે આ રસ્તા પરથી બેન-દિકરીઓને નિકળવામાં મુશ્કેલી પડે છે તેથી તું તારી દુકાન બંધ કરીને જતો રહે’ તેમ કહી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.સામાપક્ષે વાણંદની કેબિનનો વીડિયો ઉતારેલ હોય જે બાબતે સમજાવવા જતા હિતેશ જગદીશ લીંબાણી, કેતન જગદીશ લીંબાણી અને જગદીશ લીંબાણી નામના ત્રણ શખ્સોએ ધારિયા વડે બાબુ લખુ ઉપર હુમલો કરી પગમાં ઈજા પહોંચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો.

સામસામા કરાયેલા હુમલામાં ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો વી.ડી.ઝાપડીયા તથા સ્ટાફે હિતેશ લીંબાણી અને બાબુ ઝીંઝુવાડિયાની સામસામી હુમલાની ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.