દ્વારકાના જગતમંદિરે યોજાશે ‘ફુલડોલ’ ઉત્સવ:યાત્રીકોને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરે આગામી તા.27-28-29 માર્ચે યોજાશે ‘ફુલડોલ’ ઉત્સવ

0
77
  1. દ્વારકાના જગતમંદિરે યોજાશે ‘ફુલડોલ’ ઉત્સવ:યાત્રીકોને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ
    ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરે આગામી તા.27-28-29 માર્ચે યોજાશે ‘ફુલડોલ’ ઉત્સવ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દ્વારકા

શ્રી દ્વારકાધીશ મંદિર- દ્વારકામાં આગામી તા.27-28-29 માર્ચ, 2021 દરમિયાન ફુલડોલ/હોળી ઉત્સવ ઉજવવામાં આવનાર છે.

આ ઉત્સવના દિવસો દરમિયાન રાજ્યભરમાંથી પદયાત્રિકો સંઘ લઇ દર્શને આવતા હોય છે. આ ઉત્સવ દરમિયાન ચારથી પાંચ દિવસમાં અંદાજીત 2.50 લાખ યાત્રિકો અવર જવર કરે છે.

જેના કારણે મંદિર તથા શહેરમાં સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં અડચણ થાય તેવી શકયતા છે અને કોરોના વાઇરસના સંક્રમણમાં વધારો થાય તેવી સંભાવના છે.

આ તહેવારો દરમિયાન ડાકોર, ભવનાથ મંદિર, જુનાગઢમાં યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવા જાહેરાત કરેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાને લેતા શ્રી દ્વારકાધીશ મંદિરમાં હોળી/ફુલડોલ ઉત્સવ તા.27-28-29 માર્ચ, 2021 દરમિયાન પુજારીઓ, અગ્રણીઓ તથા પોલીસ વિભાગ સાથે પરામર્શ કરતા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોને મંદિરમાં પ્રવેશ બંધ રાખવા નક્કી કરવામાં આવેલ છે.

જેની સર્વે યાત્રિકોએ નોંધ લેવી તેમજ દ્વારકા ખાતે આવતા પદયાત્રિક સંઘોને સંઘનું આયોજન ન કરવામાં આવે તેવી વિનંતી છે.

શ્રી દ્વારકાધીશ મંદિરની ઓફિશયલ વેબસાઇટ -www.dwarkadhish.org ઉપર લાઇવ દર્શન સુવિધા ચાલુ છે. જેથી દરેક ભકતોએ લાઇવ દર્શનનો લાભ લેવા અનુરોધ છે.