ગાયોના રજડતા મૃતદેહને લઈ ક્રોંગ્રેસ પ્રમુખ લાલઘુમ: સતાનો નશો ચૂર થવાના આપ્યા શ્રાપ
- શહેરમાં લમ્પીરોગમાં મૃત્યુ પામેલ ગૌવંશોને શ્વાનના હવાલે કરી દેતા મનપા ઉપર ફિટકાર વરસી રહ્યો છે.
- કોર્પોરેશનના બે ડો.વચ્ચે થયેલ વાતચીતનું રેકોડીંગ થયું હતું વાઈરલ ત્યા ગાયોને લઈ નવો વિવાદ
દેશ દેવી ન્યુઝ જામનગર ૧-ઓગસ્ટ ૨૨ જામનગર શહેરમાં હાહાકાર મચાવી રહેલ લંપી રોગથી ગૌવંશોના ટપો-ટપ મોત થઈ રહ્યા છે. બીજી બાજુ તંત્રની ધોરબેદરકારી સામે આવી રહી છે. તેવામાં મનપા દ્વારા શહેરમાં મૃત્યુ પામેલ ગૌવંશોને શ્વાનના હવાલે કરી દેતા હિન્દુઓમાં રોષની લાગણી ફેલાઇ છે.જામનગર શહેર કોંગ્રસ પ્રમુખ દિગુભા જાડેજા આજરોજ વહેલી સવારે ઠેબા ચોકડી નજીક મનપા દ્વારા મૃત્યુ પામેલ ગાયોના નિકાલની જગ્યાએ પહોંચી જતા વિહામણા દ્રશ્યો સામે આવ્યા છે. લંપી રોગથી ગૌવંશોને બચાવવા તંત્ર નિષ્ફળ નિવડ્યું છે. ત્યારે શહેરમાં જીવલેણ લંપી રોગથી મૃત્યુ પામેલ ગૌવંશોનો આડેઘડ નિકાલ કરવામાં આવતા હિન્દુ સમાજમાં રોષ ભભૂકી ઉગ્યો છે. દિગુભા જાડેજાએ વિશેષમાં જણાવ્યું કે ગાયોમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે.અને આ હિન્દુની આ માતાની આવી દયનીય હાલત સ્થળ પરના દ્રશ્યો જોઈ દિગુભા જાડેજા ભાવુક થઈ સતાપક્ષને આડે હાથ લિધા હતા અને નશો ચૂર થવાના શ્રાપ આપ્યા હતા શ્રાવણ માસ જેવા પવિત્ર માસમાં ગાયોની આવી હાલત સ્થળ પરના દ્રશ્યો એ તંત્રની પોલ ખોલી નાખી છે.અને ઉલ્લેખનીય છે કે બે ત્રણ દિવસ પહેલા જામનગર મહાનગર પાલિકાના પશુ ડોક્ટર ગોધાણીનો ઓડિયો વાયરલ થયો હતો તેમાં વેકસીનને બદલે પાણી ભરેલા ઇન્જેક્શન દેવામાં આવતા જામનગર સહિત ગુજરાતભરમાં દેકારો બોલી ગયો હતો હજુ વિવાદ સમ્યો નથી ત્યા ગોવંશોના ઓડેઘડ નિકાલ કરતા વિવાદ વર્ક્યો છે.