બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ ગૃહ વિભાગ આકારા પાણીએ: 2 SPની બદલી 6 પોલીસકર્મી સસ્પેન્ડ

0
2230

બોટાદ લઠ્ઠાકાંડમાં પોલીસ અધિકારી-કર્મીઓ ઉપર તવાઇ : 2 એસ.પી.ની બદલી, 6 પોલીસકર્મીઓ સસ્પેન્ડ: ઘરે ઘરે માતમ

જામનગરના પૂર્વ SP અને વરિષ્ઠ આઈપીએસ સુભાષ ત્રિવેદીના પ્રાથમિક રિપોર્ટના આધારે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૮ જુલાઇ ૨૨ ગાંધીનગર: બોટાદ લઠ્ઠાકાંડને લઇને ગૃહવિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહવિભાગ દ્વારા બોટાદ કેમિકલકાંડના 2 આઇપીએસ અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં બોટાદના એસ.પી. કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસ.પી. વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરાઇ છે.6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. એ સિવાય અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી એન.વી.પટેલ, બોટાદના ડીવાયએસપી એસ.કે.ત્રિવેદીને પણ સસ્પેન્ડ કરાયા છે. તો બરવાળાના પીએસઆઇ ભગીરથસિંહ વાળા અને રાણપુરના પીએસઆઇ શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના પીઆઇ કે.પી.જાડેજાને સસ્પેન્ડ કરાયા છે. એટલે કે 2 એસ.પી. કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ અને 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા છે.

જુઓ કોની બદલી કરાઇ અને કોને સસ્પેન્ડ કરાયા?

  1. બોટાદ એસ.પી.કરણરાજ વાઘેલાની બદલી કરાઇ
  2. અમદાવાદ ગ્રામ્ય એસ.પી. વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરાઇ
  • અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી એન.વી.પટેલને સસ્પેન્ડ કરાયા
  • બોટાદ ડીવાયએસપી એસ.કે.ત્રિવેદીને સસ્પેન્ડ કરાયા
  • ધંધુકાના પીઆઇ કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા
  • બરવાળા પીએસઆઇ ભગીરથસિંહ વાળાને સસ્પેન્ડ કરાયા
  • રાણપુર પીએસઆઇ શૈલેન્દ્રસિંહ રાણાને સસ્પેન્ડ કરાયા
  • પોલીસકર્મી સુરેશકુમાર ચૌધરીને પણ સસ્પેન્ડ કરાયા

બોટાદના લઠ્ઠાકાંડમાં કુલ 43 લોકો મોતને ભેટ્યાં છે

નોંધનીય છે કે, બોટાદના લઠ્ઠાકાંડમાં ઝેરીદારૂમાં કેમિકલના કારણે કુલ 43 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં કેટલાંય પરિવારો પર આભ ફાટી પડ્યું છે. કોઇક પરિવારમાં પત્નીએ પતિ ખોયો, કોઇ માતાએ એકનો એક પુત્ર ખોયો, કોઇએ પોતાના પિતાને ગુમાવ્યા એમ અનેક પરિવારો રઝળી પડ્યા છે. એમાંય સૌથી વધારે રોજિદ ગામમાં મોતની સંખ્યા વધારે જોવા મળી રહી છે.ભાવનગર સિવિલમાં દર્દીઓની સંખ્યા 104એ પહોંચી બોટાદ લઠ્ઠાકાંડમાં ભાવનગર સિવિલમાં વધુ 2 દર્દીઓને લવાયા છે. રાત્રે વધુ 2 દર્દીઓને સારવાર અર્થે ભાવનગરની સિવિલમાં લવાયા હતા. ત્યારે ભાવનગરની સિવિલમાં લવાયેલા દર્દીઓની સંખ્યા 104 થઈ ગઇ છે.