જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો:Live Video

0
1854

જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૨ જુલાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે તેમજ દ્વારકામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા જઈ રહ્યા છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.

જ્યાં મેયર , ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર,શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલભાઈ કગથરા, ટુરિઝમ વિભાગના આર.એચ. શુક્લા, કમિશનર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર મિતેષ પંડ્યા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, એરપોર્ટ ડાયરેક્ટર સચીન ખંગાર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રી ને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.