કારખાનેદારનું અપહરણ કરી ફિલ્મી ઢબે ઉંદ્યો ટીંગાળી ઢીંબી નાખ્યો : જુવો Video

0
4905

કારખાનેદારને ભંગાર લેવો પડ્યો ભારી: ભંગારના પૈસાની ઉઘરાણી કરીને ૫ શખસોએ ઉંદ્યો-ટીંગાણીને ઢીબી નાખ્યો : અન્ય હાજર શખ્સો હસ્તા હતા

જામનગરમાં કારખાનેદારનું અપહરણ કરીને પટ્ટાથી ઢોર માર માર્યાનો આક્ષેપ: ઉદ્યોગ જગતમાં ખળભળાટ

કારખાનામાં ટેબલના ખાનામાંથી રોકડ રૂ .૧ લાખ રોકડ કાઢી લઈ અને ભાઈ પાસે ૨ ચેક લખાવી લીધાની રાવ: તપાસનો ધમધમાટ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ જુલાઇ ૨૨ જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ – ર માંથી એક કારખાનેદાર પાસેથી ભંગારના પૈસાની ઉઘરાણી બાબતે ૫ શખસો તેને ઉપાડી જઈને ઢોર માર માર્યાનો કારખાનેદાર આક્ષેપો સાથે એલસીબીમાં રજૂઆત કરતાં કારખાનેદારોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.ગઈ કાલે એક પટેલ યુવાન હાફડો ફાફડો થતો LCBએ દોડી જઈ પોતાના સાથે બનેલ બનાવની વાત કરતા ચકચાર મચી જવા પામી હતી  જીઆઈડીસી ફેસ -૨ માં કારખાનેદાર મિત ગડારાએ આરોપીઓ પાસેથી ભંગાર લીધો હતો તે ભંગારના પૈસા ચુકવવાના હતાં અને પૈસા ચુકવવા માટે બે દિવસ રાહ જોવાનું કહ્યું હતું અને બે દિવસમાં પૈસા આપી દેવાની ખાતરી આપી હતી . પરંતુ પ શખસો તેનું કારમાં અપહરણ કરી શિવમ ઝોનમાં રહેણાંકે લઈ ગયા હતાં. જ્યા તેને ઉંદ્યો ટીંગાળી ને ઢીકા – પાટુનો તેમજ પટ્ટાવડે ઢોર માર માર્યો હતો . તેના ભાઈ પાસેથી ૨ ચેક લખાવી લીધા છે અને કારખાનેદાર પાસેથી રોકડ રૂ .૧ લાખ ટેબલના ખાનામાંથી કાઢી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો . જે બાદ તે એલસીબી કચેરી ખાતે પોતાની રજુઆત કરવા પહોંચ્યો હતો યુવાનની હાલત લથડતા તાત્કાલિક સારવાર અર્થે જામનગર ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો આ ઘટનાથી ઉદ્યોગકારોમાં સારી એવી ચકચાર જાગી છે.