GEB માંથી આવું છું કહી બ્રાહ્મણ મહિલાની છરીની અણીએ ૨.૫૦ લાખની લૂંટથી ખળભળાટ: ST રોડ નજીકનો બનાવ

0
2392

GEB માંથી આવું છુ મીટર ચેક કરવાનુંં છે. કહી વૃદ્ધાના ૨.૫૦ લાખના દાગીનાની લૂંટ ચલાવતા ખળભળાટ..

જામનગરના એસટી રોડ હેમાલી એપાર્ટમેન્ટનો રાત્રીઃ ૮: ૧૫ નો બનાવ..

જામનગર શહેરના એસ. ટી રોડ પર ડો..કલ્પનાબેનના દવાખાના પાસે હેમાલી એપાર્ટમેન્ટમાં રહેતા વિજ્યાલક્ષ્મી જનારદન પીલે  નામની ૭૫ વર્ષીય વૃદ્ધાના ૮ તોલા દાગીનાની લૂંટ ચલાવતા ખળભળાટ મચી જવા પામી છે.દેશ દેવી ન્યુઝ ૮ જુલાઇ ૨૨ જામનગર શહેરના એસ.ટી રોડ પાસે રહેતા બ્રાહ્મણ વૃદ્ધા પોતાના તારે એક્લા ધરકામ કરતા હતા ત્યારે તે દરમ્યાન એક ત્રીસથી પાત્રીસ વર્ષનો અજાણ્યો શખ્સ શરીરે કાળા ક્લરનો રેઇન કોટ તથા મોઢે પહેરી વાળો ફરીયાદી વિજયાલક્ષ્મી પીલેના મકાનના દરવાજાની ડોર બેલ વગાડી વૃદ્ધાને કહ્યું હું GEB માંથી આવું છુ જેથી વૃદ્ધાએ મકાનનો દરવાજો ખોલતા જ અજાણ્યા શખ્સે વૃદ્ધાને તમારા ઘરનું મીટર ચેક કરવાનુ છે તેમ કહી ફરીયાદીના ઘરની અંદર પ્રવેશ કરી મકાનનો દરવાજો બંધ કરી વૃદ્ધા કાઈ સમજે તે પહેલા આરોપીએ છરી બતાવી અવાજ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીએ હાથમાં પહેરેલ સોનાની બંગળી નંગ -૪ ( ૪ તોલા ) તથા ગળામાં પહેરેલ સોનાનો ચેઇન નંગ -૧ ( ૪ તોલા ) એમ કુલ તોલા -૮ જેની કીમત રૂ .૨,૫૦,૦૦૦ ની ગણાય જેની લુંટ ચલાવી ફરીયાદી ને બેડ રૂમમા પુરી દઈ રૂમનો દરવાજો બહારથી બંધ કરી નાશી જતા ખળભળાટ મચી જવા પામી હતીબનાવની જાણ થતા સીટી-એ ડિવિઝનના Pl મહાવીરસિંહ જલુ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ બનાવની વિગત મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

આથી સીટી-એ ડિવિઝન પોલીસે વૃદ્ધાની ફરીયાદ પરથી આઇ.પી.સી. કલમ ૩૯૨ , ૩૪૧ , ૪૪૭ , ૫૦૬ ( ૨ ) તથા જી.પી.એકટ કલમ -૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી અજાણ્યા સખ્સની શોધખોળ આદરી છે.