જામનગરની જી.જી.હોસ્પિટલમાં ફરાર થયેલ મારમારીનો આરોપીને ઝડપી લેવાયો
સલાયામાં જમાતના પ્રમુખ બદલવા માટે યોજાયેલી બેઠકમાં બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે સર્જાઈ’તી મારામારી: પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો
દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૧ જૂન ૨૨. સલાયા સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ બદલવા અંગે જુમ્મા મસ્જીદ ચોકમાં સવારે એક મીટીંગ યોજાઇ હતી.જેમાં પ્રમુખ બદલવા બાબતે બોલચાલી થતા બે જુથ મારામારી પર ઉતરી આવ્યા હતા જેમાં બંને જુથના લોકોને ઇજા થઇ હતી.જેથી બંને પક્ષે ફરીયાદ નોંધાવી છે.જે મુજબ સાલેમામદ કરીમ ભગાડે પોલીસમાં લખાવ્યા મુજબ અકરમ રજાક, રીઝવાન રજાક, એજાજ રજાક અને અબ્દુલ કરીમ સલીમ ભગાડ સામે ફરીયાદ નોંધાવી છે.જયારે સામાપક્ષે અકરમ રજાક સંધારે પોલીસમાં સાલેમામદ કરીમ ભગાડ, અસલમ ભગાડ, ઇમરાન ભગાડ, ઝાહિર ભગાડ સામે ફરીયાદ નોંધાવી છે.આ બંને પક્ષોની ફરીયાદના આધારે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.બંને જુથ અંદરોઅંદર મામા, ભાણેજ અને ભત્રીજા હોય, આ બનાવ ચર્ચાનો મુદદો બન્યો છે.વધુ તપાસ સલાયા મરીન પોલીસે હાથ ધરી છે.બે જુથ વચ્ચે સર્જાયેલી મારામારીના બે ઘવાયેલાને સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા હતા.જેમાં એક કેસના ફરીયાદી તેમજ સામાપક્ષના કેસમાં આરોપી તરીકે જાહેર થયેલો એક ઘવાયેલો શખસ હોસ્પીટલમાંથી પોબારા ભણી ગયાનુ સામે આવ્યુ હતુ જેથી દોડધામ મચી હતી.જેની પોલીસે તલાશ હાથ ધરતા પેરોલ ફર્લો સ્કવોડે નાશી છુટેલા અકરમને દબોચી લીઘો છે.