જામનગર પંથકના ખોજાબેરાજામાં ઘરમાં ઘુસીને કરેલ લુંટનો ભેદ ઉકેલતી એલસીબી: ચારની ધરપકડ, બે ફરાર
આખા પરિવારને બાનમાં લઇ મારી નાંખવાની ધમકી આપી 16 તોલા સોનાના દાગીના સહિત કુલ રૂા.8.62 લાખની લુંટ કરતી પરપ્રાંતિય ટોળકીને ઝડપી લેતી જામનગર LCB
દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર.
જામનગર પંથકના ખોજાબેરાજા ગામમાં ગત તા.21-2-2021ના રોજ ઘરમાં ઘુસી 16 તોલા સોનાના દાગીના સહિત કુલ રૂા.8.62 લાખની લુંટનો ભેદ જામનગર એલસીબીએ ઉકેલી લીધો છે જેમાં કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે અને બે ફરાર છે જેને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઝડપાયેલ આરોપી
(1) જ્ઞાનસીગ બનસિંહ સુરબાન
(ર) કેરમસિંહ બાજુ ઉર્ફે બાજડો કલેસિંગ અલાવા
(3) ભીલુભાઇ ઉર્ફે બીલુ પ્યાલસીંગ બધેલ
(4) દીનેશ રમણભાઇ મીનાવા
ફરાર આરોપી
(1)ભવાન રાયસીંગ વસુનીયા
(ર) કરો જાલમ અલાવા આદીવાસી
આ અંગેની વધુ વિગત મુજબ, ગત તા.21/02/2021 ના રાત્રીના જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામની સીમમાં રહેતા ફરીયાદી રામભાઈ વિક્રમભાઈ ઓડેદરાના પરિવાર સાથે સુતા હોય તે દરમ્યાન રાત્રીના અજાણ્યા ઇસમો હથિયાર ધારણ કરી, ફરીયાદી તેમજ તેમના પરિવારવજનોને મારમારી ગંભીર રીતે માર મારીઅને તમામને મારી નાખવાની ધમકી આપી તેમના મકાનમાંથી રોકડ રૂપિયા રૂા.1.50 લાખ તથા સોનાના દાગીનાઓ કુલ 16 તોલા તથા બે મોબાઈલ ફોન તથા ફોર વ્હીલર કાર જીજે-12 બીઆર-0407 સહિતની મત્તા મળી કુલ રૂા. 8,6ર,000/- ધાડલુંટ કરી અને તમામને મકાનના રૂમમાં બંધ કરી નાસી ગયાનો બનાવ બન્યો હતો.
આ બનાવ અંગે જામનગર પંચકોષી બી ડીવીઝમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ લુંટ,ધાડ,બનાવ બનતા ત્વરીત આરોપીઓ પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા શ્રી દીપન ભદ્રનની સુચના મુજબ જીલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલ હતી અને જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુણાલ દેસાઇ ના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી.ના પો.ઇન્સ. શ્રી કે.જી.ચૌધરી નાઓએ એલ.સી.બી/ એબસ્કોન્ડર સ્કોડ ની અલગ અલગ ટીમોને કાર્યરત કરેલ હતી. આ ગુન્હાના કામે લુંટ ધાડમા ગયેલ ફોરવ્હિલ કાર કયા રસ્તે ગયેલ તે અંગે જીલ્લા તેમજ જીલ્લા બહારના હાઇવે રોડ ઉપરના તેમજ ટોલનાકાના સીસીટીવી ફટેજની ચકાસણી પો.સબ.ઇન્સ. શ્રી કે.કે.ગોહિલ તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ અંગત બાતમીદારોને કામે લગાડવામાં આવેલ હતા.
આ દરમ્યાન એલ.સી.બી.ના સંજયસિંહ વાળા તથા નિર્મળસિંહ એસ.જાડેજાને તેઓના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે, આ ધાડલુંટને અંજામ આપવામા અગાઉ ફરીયાદીની વાડી ભાગમા રાખતા જ્ઞાનસીંગ બનસિંહ દેવકા રહે.બાણદાગામ તા.કુકશી જી.ધાર રાજય મધ્યપ્રદેશ વાળો સંડોવાયેલ છે. જે ઇસમ બોટાદ જીલ્લાના રાણપર તાલુકાના નાગનેશગામ પાસે મજુરીકામ કરે છે.તેવી હકિકત આધારે મજકુર ને પકડી પાડી કાર્યવાહી કરવામા આવેલ,તેમજ સદરહુ ગુનામા (1) દીનેશભાઇ રમણભાઇ મીનાવા (2) ભવાન રાયસીંગ વસુનીયા (3) બાજડો આદીવાસી રહે. બધોલી (4) બીલુ આદીવાસી (5) કરો આદીવાસી રહે. તમામ મધ્યપ્રદેશ વાળાની સંડોવણી ખુલવા પામેલ હતી.
આ કામે પકડકાયેલ આરોપી જ્ઞાનસીંગ અગાઉ ત્રણેક વર્ષ પહેલા વિક્રમભાઈની વાડીમાં બેએક મહીના સુધી ખેતીકામ કરી ગયેલ જેથી પોતે આ વિસ્તારથી માહીતગાર હોય અને તેના વતનમાં જતા આ કામના આરોપી દીનેશ તથા બાજડો તથા ભવાન ત્રણેય જણા મળેલ અને તેઓ ત્યા નાની મોટી રોકડ રૂપીયાની ચોરીઓ તેમજ વાહનચોરી કરતા હોય જેથી તેઓએ ગુજરાતમા કોઈ જગ્યાએ રોકડ રૂપીયા દાગીના હોય તો જણાવવા કહેલ અને આરોપી જ્ઞાનસીંગએ અગાઉ પોતે ખેતીકામ કરતા હોય તે વાડીમાં રોકડ રુપીયા દાગીના હોવાનુ જણાવેલ અને એકબીજા ફોન પર સંપર્કમાં રહેલ અને બનાવના આગલા દીવસે બધા આરોપીઓ એમ.પી.થી ગુજરાત આવેલ અને જામનગર સાત રસ્તા નજીક બધા ભેગા થયેલ અને લુંટ ધાડનો પ્લાન બનાવેલ અને ત્યાથી એક સી.એન.જી.રીક્ષા ભાડે કરી ખોજાબેરજા ગામે આવી અને ફરીયાદી વાડીમાં પગપાઉય ચાલીને મોડી રાત્રીના દોઢેક વાગ્યા પછી બધા સુઈ ગયેલ હોય ત્યારે આ ગુન્હાને અંજામ આપેલ હોય અને ફરીયાદીની વાડીમાથી તેઓની 20 કાર રજી.નંબર-61 12 82 0407 કિ.રૂ.1,50,000/-ની તથા મકાનમાંથી રોકડ રૂપીયા 1,50,000/- તથા સોનાના દાગીના જેમા ત્રણ ચેઈન આશરે ચાર તોલાના તથા એક પેન્ડેલ સેટ આશરે ત્રણ તોલાનુ તથા એક મંગલસુત્ર આશરે છ તોલાનુ તથા એક હાથનો પંજો જે આશરે બે તોલાનો તથા બે વીટી એક તોલાની જે મળી આશરે કુલ-16 તોલા જેની કી.રૂ.5,60,000/-ની તથા મોબાઈલ ફોન નંગ-2 મળી કુલ રૂ.8,62,000/- ના માલ મતાની લુંટ કરી તમામને રૂમમા પુરી બહારથી બંધ કરી કાર સાથે નાસી ગયેલ અને લાલપુર ભાણવડ રોડથી ઉપલેટા રાજકોટ હાઈ વેથી ચોટીલા અમદાવાદ અને પાવાગઢ સુધી ગયેલ અને ત્યા કાર બીનવારસુ મુકી અને પોતાના વતનમાં જતા રહેલ હતા.