જામનગરમાં પંચાયતી સેવાના આરોગ્યકર્મીઓના ધરણાં: સુત્રોચ્ચાર

0
848

જામનગરમાં પંચાયતી સેવાના આરોગ્યકર્મીઓના ધરણાં:પડતર પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવતા રોષ ઠાલવ્યો

જિલ્લા પંચાયત સામે પરિવાર સાથે દેખાવ અને સૂત્રોચ્ચાર: ગ્રેડ-પે અને પગારમાં સુધારો કરવા, ભથ્થું આપવાની રજૂઆતો અણઉકેલદેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ જૂન ૨૨. ગુજરાત રાજ્યના પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ત્રણ-ત્રણ વખત આંદોલન થયા અને સમાધાન થયા પછી પણ સમાધાન મુજબ કોઈ કાર્યવાહી થઈ નથી. પંચાયત હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં તા.19 જૂનથી રાજ્યભરમાં તબક્કાવાર આંદોલન શરૂ કરવાની જાહેરાત ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. જે અનુસાર રવિવારે સવારે જામનગર જિલ્લા પંચાયત સામે આરોગ્ય કર્મીઓએ સવારે 11 થી 2 વાગ્યા સુધી પરિવાર સાથે ધરણાં અને સૂત્રોચ્ચાર કર્યા હતાં.તા. 27 અને 30 જૂન તથા 4 જુલાઇના ત્રણ તબક્કામાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં રાજ્યના વિવિધ ઝોનના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સવારે 11 થી 2 વાગ્યા સુધી ધરણાં કરવામાં આવશે. પંચાયત સેવાના આરોગ્ય કર્મીઓની જગ્યાઓ અપગ્રેડ કરી ગ્રેડ-પે સુધારવા, ફાર્માસીસ્ટ, લેબ ટેકનું પગાર ધોરણ સુધારવા, આરોગ્ય કર્મીઓને ક્ષેત્રીય ભથ્થું આપવા માંગણી કરી છે.