ચાઈલ્ડલાઈન ટીમ દ્વારા દરેડ વિસ્તારના કારખાનામાં બાળમજૂરોની ચકાસણી કરાઇ

0
1549

ચાઈલ્ડલાઈન 1098 દ્વારા દરેડ વિસ્તારના વિવિધ કારખાનોની મુલાકત લઈ બાળમજુરી અંગેની ચકાસણી કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૩ જૂન ૨૨.જામનગર ચાઈલ્ડલાઈન 1098ના પ્રોજેક્ટ ડાયરેક્ટના માર્ગદર્શન હેઠળ 12 જૂન વિશ્વ બાળમજુરી વિરોધી દિવસની ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા ઉજવણી કરવાના હેતુથી જામનગરના દરેડ ફેસ-2ના વિવિધ વિસ્તારોમાં ચાલતા કારખાનોની ચાઈલ્ડલાઈન 1098 દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન ચકાસણી કરવામાં આવેલ કે કારખાનાઓમાં કામ કરવા માટે રાખવામાં આવેલ કારીગરો કે મજૂરોની ઉમર 18 વર્ષથી વધુ છે કે નહી. કારખાનાની તપાસ દરમ્યાન અમુક કારીગરો અને મજૂરોની ઉમર 18 વર્ષથી નાની હોય એવા શંકાસ્પદ લાગતા કારીગરો અને મજુરોના ઉમરના પુરાવા 1098 ટીમ દ્વારા માંગવામાં આવ્યા હતા. કારીગરો અને મજુરોની સાથે ઉમરના પુરાવા ન હોવાથી એ પુરાવા ફોનમાં મંગાવવામાં આવેલ. આ પુરાવાઓની ચકાસણી દરમ્યાન પુરવાર થયેલ કે કારીગરો અને મજુરોની ઉમર 18 વર્ષ ઉપરની હતી. કારખાનામાં ચાલુ કામના સ્થળોની મુલાકાત કરતા સમયે ચાઈલ્ડલાઈન 1098ની ટીમને કારખાનાના માલિકો અને સંચાલકોનો ખુબ સારો અને સકારાત્મક સહયોગ મળેલ અને 18 વર્ષથી નાના બાળકોને કારખાનામાં કામ કરવા માટે ન રાખવા જોઈએ એ બાબતે પણ તેમનામાં સકારાત્મક વલણ જોવા મળેલ.કારખાનાની મુલાકાત દરમ્યાન કારખાનાના માલિક અથવા સંચાલક સાથે પ્રાથમિક વાતચીત દરમ્યાન ચાઈલ્ડલાઈન 1098 દ્વારા બાળકો માટે કરવામાં આવતી કામગીરીની માહિતી આપવામાં આવેલ સાથો સાથ 1098 ટીમ દ્વારા કારખાનાના માલિકોને એવી પણ રજૂઆત કરવામાં આવેલ કે તેમના કારખાનામાં કામ કરતા જે પણ કારીગરો કે મજુરોની ઉમર શંકાસ્પદ લાગે તેવી હોય તેના ઉંમરના પુરાવા માટે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ અથવા તો જન્મના દાખલા મેળવીને ફાઈલ કારખાનામાં જ રાખવામાં આવે એ ઉપરાંત કારખાનામાં કામ કરતા તમામ કારીગરો કે મજુરોના પ્રાથમિક ડોક્યુમેન્ટની ફાઈલ મેન્ટેન કરવા આવે.આ ડોક્યુમેન્ટના આધારે કારખાનામાં કામ કરનાર દરેક વ્યક્તિની પ્રાથમિક માહિતી કારખાનાના માલિકો પાસે હોય તો ભવિષ્યમાં કોઈ અઈચ્છનીય બનાવ કે ઘટનાબને ત્યારે કારીગરો કે મજુરોની તમામ માહિતી ઉપલબ્ધ થઈ શકે. કારખાના માલિકોને એ પણ માહિતી અપાઈ કે કારખાનામાં જયારે પણ કારીગરો કે મજુરો લેવાના થાય ત્યારે તેમનું પોલીસ વેરીફીકેશ કરાવ્યા બાદ જ કામ પર રાખવામાં આવે તો તે કારખાના અને તેમાં કામ કરતા લોકો વધુ સુરક્ષિત રહેશે.કારખાનાઓની મુલાકાત દરમ્યાન બાળ મજુરી અટકાવવા તેમજ ચાઈલ્ડલાઈન 1098ની સેવાના પ્રચાર-પ્રસારના હેતુથી કારખાનાના શટરો અને ગેટ પર સ્ટિકરો લગાડવામાં આવેલ અને લોકોને પેમ્પ્લેટ વિતરણ કરી બાળ મજૂરી અંગે જાગૃત કરવામાં આવેલ.