અકસ્માત કરી સામે વાળા વ્યકિતને ધમકાવીને નુકસાનીના પૈસા પડાવતા ‘ગુલામે મુસ્તફા’ સહિત 2 ની ધરપકડ

0
1933

જામનગરમાં નવતર કિમીયાથી લોકો પાસેથી પૈસા ખંખેરતા બે ઝડપાયા

અકસ્માત કરી સામે વાળા વ્યકિતને ધમકાવીને નુકસાનીના પૈસા પડાવતા બેની ધરપકડદેશ દેવી ન્યુઝ જામનગર O8 જામનગર શહેરમાં ખોટી રીતે અકસ્માત કરી સામાવાળાને ધમકાવી ડરાવી અને નુકસાનીના રૂપિયા પડાવવા માટેની ગેંગ ઘણાં સમયથી સક્રિય થઈ હતી જેથી પોલીસવડા દ્વારા આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે કરાયેલી તાકીદ સંદર્ભે પોલીસે તપાસ આરંભી હતી.

દરમિયાન હેકો ફૈઝલ ચાવડા અને પો.કો. મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઈન્ચાર્જ ડીવાયએસપી જે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ આર.એલ. ઓડેદરા, ઉદ્યોગ ચોકીના પીએસઆઈ આર.ડી. ગોહિલ, હેકો પ્રદિપસિંહ જાડેજા, ફૈઝલ મામદ ચાવડા, હેકો જાવેદભાઈ વગોળ, પો.કો. વિજયભાઈ કાનાણી, રવિભાઈ શર્મા, વિજય કારેણા, હિતેન્દ્રસિંહ જાડેજા, ખીમશીભાઈ ડાંગર સહિતના એ શંકરટેકરી રામનગર વિસ્તારમાંથી ગુલામે મુસ્તફા ઉર્ફે લાલુ બોદુ બ્લોચ અને સદામ આદમ ખીરા નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં.

આ બન્ને શખ્સો ખોટી રીતે અકસ્માત કરી સામેવાળાને ડરાવી નુકસાનીના પૈસા આપવા પડશે નકર અમે પોલીસ ફરિયાદ કરશું તેવી ધમકી આપી પૈસા ઉઘરાવતા હોય જેથી પોલીસે જાહેર જનતા જોગ અપીલ કરીને આ શખ્સો દ્વારા ભોગ બનેલા કોઇપણ વ્યકિતને જામનગર પોલીસનો સંપર્ક કરવો તેવી અપીલ કરી હતી.