નવાગામ ઘેડ ઇન્દીરા સોસાયટીમાં શ્વાનને નિર્દયતાથી માર-મારતો વિડીઓ સામે આવતા અરેરાટી: દંપતિ તાળુ મારી ગુમ..!!
નવાગામ ધેડ ઈન્દીરા સોસાયટી શેરી નંબર -૯ માં રાત્રીનો બનાવા : પાડોશી છોડાવા પડતા દંપતિએ મનફાવે તેવી ગાળો ભાડી..
નિદોષ શ્વાસને બર્બરતા પૂર્વક માર મારતા શ્વાનના મોત થયાના અહેવાલથી અરેરાટી વ્યાપી ગઈ
પ્રાણી અત્યાચાર નિવારણ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવવા જીવદયા પ્રેમીઓની માંગ.
દેશ દેવી ન્યુઝ જામનગર 08. જામનગર શહેરના નવાગામ ઘેડ સોસાયટીમાં રાત્રીના ભાગે નિદોષ શ્વાનને દંપતિ દ્વારા દંડા વડે નિર્દયતાથી માર મારતા શ્વાનની ચીચયારી સાંભળી આજુબાજુના રહીશો જાગી ગયા હતા અને અબોલ શ્વાનને છોડાવાના પ્રયાસ કર્યાં હતો પરંતુ દંપતિએ પાડોશીને મનફાવે તેવી ગાંળો ભાડતા સામસામે આવી ગયા હતા તે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું વિડીઓમાં સ્પષ્ટ જણાઇ રહ્યું છે.બેરહમીપૂર્વક મારને કારણે શ્વાનને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને કણસતી હાલતમાં તેનું સવારે મોત થયાની વાત વાયુવેગે પ્રસરી જતા ઈન્દીરા સોસાયટીમાં માર મારનાર ઉપર ફિટકાર વરસી રહ્યો છે.
નિર્દોષ શ્વાનને બર્બરતા પૂર્વક માર મારતો વીડિયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓએ જવાબદાર વિરૂદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો કે, દેશ દેવી ન્યુઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.